સ્કૂલ સ્ટેશનરીના ભાવોમાં 40 ટકાનો તોતિંગ વધારો

સ્કૂલ સ્ટેશનરીના ભાવોમાં 40 ટકાનો તોતિંગ વધારો
સ્કૂલ સ્ટેશનરીના ભાવોમાં 40 ટકાનો તોતિંગ વધારો
સ્કૂલ અને ઓફિસ સ્ટેશનરી સહિતની આઇટમોમાં 18 ટકા જીએસટીના અમલના પગલે ચાલુ વર્ષે સ્ટેશનરીના ભાવોમાં તોતિંગ 40 ટકા જેટલો વધારો થયો છે. માત્ર જીએસટી નહીં, પરંતુ કાગળનો ભાવ વધારો અને ટ્રાન્સપોર્ટેશનમાં પણ થયેલા વધારાના પગલે છેલ્લા 30 થી 40 વર્ષમાં પહેલીવાર એક વર્ષમાં આટલો જંગી વધારો થયો છે. સ્ટેશનરીની અગાઉ જે વસ્તુઓ પર 5 ટકા અને 12 ટકાનો જીએસટી લેવાતો હતો તેની પર હવે 18 ટકા જીએસટી લેવાશે. જેથી વાલીઓ પર બોજો વધશે.

Visit Saurashtra Kranti Homepage here Visit Saurashtra Kranti Homepage here

દેશના નાણાં મંત્રાલય દ્વારા જીએસટીના દરોમાં કરેલા ફેરફારમાં સ્કૂલ સ્ટેશનરી અને ઓફિસ સ્ટેશનરીના દરો પણ 18 ટકા કરી દીધા હોવાનું જાણવા મળે છે. જીએસટીના દરોમાં થયેલા વધારા બાદ સ્ટેશનરીના ભાવોમાં ચાલુ વર્ષે 40 ટકા જેટલો તોતિંગ વધારો થયો છે. સ્ટેશનરીમાં પેન, પેન્સિલ, રબર, સંચા અને નકશા સહિતની બધી વસ્તુઓ 18 ટકાના સ્લેબમાં લાવી દેવામાં આવી છે. અગાઉ આ પૈકી અમુક વસ્તુઓ 5 ટકાના સ્લેબમાં અને અમુક 12 ટકાના સ્લેબમાં આવતી હતી. જો કે હવે તમામ વસ્તુઓ 18 ટકાના સ્લેબમાં આવતા તેના ભાવો વધશે.

સ્ટેશનરીના ભાવોમાં થયેલા વધારામાં આ વખતે પહેલીવાર 40 ટકા જેટલો તોતિંગ વધારો થયો હોવાનું સ્ટેશનરી એસો. દ્વારા જણાવાયું હતું. ભાવ વધારા પાછળ માત્ર જીએસટી નહીં, પરંતુ કાગળના ભાવો અને ટ્રાન્સપોર્ટેશનમાં વધારો પણ કારણભૂત છે. અગાઉ કાગળ રૂા. 60 કિલોના ભાવે મળતા હતા પરંતુ હાલમાં તેના ભાવ રૂા. 90 સુધી પહોંચી ગયા છે. આમ, કાગળના ભાવમાં જ 50 ટકા જેટલો વધારો થયો છે. કાગળના ભાવ વધારાની અસર પુસ્તકો, નોટબુક સહિતની સ્ટેશનરી પર પડી છે.

આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશનના ભાવોમાં પણ વધારો થયો છે. દેશમાં સતત પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારા બાદ સ્ટેશનરી માટેના ટ્રાન્સપોર્ટેશનના ભાડા પણ વધ્યા હતા. અગાઉ જે ટ્રાન્સપોર્ટેશનના રૂ. 4 હજાર થતા હતા તેના હાલમાં રૂા. 6 હજાર સુધીનું ભાડુ લેવામાં આવી રહ્યુ છે. આમ, ટ્રાન્સપોર્ટેશનમાં પણ સરેરાશ 30 થી 40 ટકાનો વધારો નોંધાયો છે. જેના પગલે સ્ટેશનરીના ભાવોમાં મોટા તફાવત જોવા મળી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here