તમે સ્કૂલ-કોલેજમાં છોકરાઓને ઝઘડતા જોયા હશે, પરંતુ સ્કૂલની છોકરીઓ આવું કરી શકે છે તે માનવું અશક્ય છે. ઘણી એવી ઘટનાઓ હોય છે જે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જાવ છો. હકીકતમાં દક્ષિણ રાજ્ય કર્ણાટકમાં આવી જ એક ઘટના બની છે. રાજ્યની રાજધાની બેંગલુરુની એક જાણીતી શાળાની વિદ્યાર્થીનીઓ વચ્ચે લાત-મુક્કા અને લાફાની મારામારી થઈ.
Visit Saurashtra Kranti Homepage here
આ ઝઘડો કેમ થયો તેનું કારણ હજી સુધી સામે નથી આવ્યું.ભીડભાડવાળા રસ્તા પર આ છોકરીઓ મારમારી કરી રહી હતી. આ દરમિયાન સ્કૂલના યુનિફોર્મમાં ઝઘડો કરતી વિદ્યાર્થીનીઓનો વીડિયો આસપાસ હાજર લોકોએ તેમના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો. સોશિયલ મીડિયા પર હવે આ મારપીટનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.વાઈરલ વીડિયોમાં છોકરીઓને એકબીજાને થપ્પડ મારતી અને એકબીજાના વાળ ખેંચતી જોઈ શકાય છે. એક છોકરી તો ડંડો લઈને લડાઈ કરતી જોવા મળી રહી છે.
Read About Weather here
એટલું જ નહીં, આ ઝઘડામાં સામેલ એક છોકરીને જમીન પર પટકી પટકીને મારવામાં આવી રહી છે. ઘણા લોકો છોકરીઓને અલગ કરવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે.વીડિયોમાં જોઈ શકાય છે કે આ લડાઈમાં અમુક છોકરીઓને ઈજા પણ થઈ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here