સૌ.યુનિ.માં રજીસ્ટ્રાર પરીક્ષા નિયામકની ભરતી માટે સ્ટેચ્યુટરમાં સુધારા કરવા માંગ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.આવેદનપત્રમાં જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઘણાં સમય બાદ કાયમી રજીસ્ટ્રાર પરીક્ષા નિયામકની થવા જઈ રહી છે. જેના તા.20 અને 21 એ ઇન્ટરવ્યૂ પણ યોજાવાના છે. ત્યારે આ ભરતી પ્રક્રિયામાં ઞૠઈ અને શિક્ષણ વિભાગના પરિપત્રનો અનાદર થઈ રહ્યો હોય, તેવું જાણવા મળે છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કુલસચિવ અને પરિક્ષા નિયામકની જે ભરતી થઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

તેમાં યુનિવર્સિટીના સ્ટેચ્યુટ અને ગુજરાત સરકારના તા.22/11/2018 પરિપત્રનું ભંગ થઇ રહ્યું છે. જેમાં પાંચ વર્ષના સમયગાળા માટે સરકારી યુનિવર્સિટીમાં મંજૂર કરવામાં આવેલી રજીસ્ટ્રારની જગ્યાઓ પર નિમણૂંક આપવાની રહેશે તેમજ એટલી જ સમયમર્યાદામાં લંબાવી શકાશે. આવી સમયમર્યાદા લંબાવવા માટે જરૂરી જસ્ટિફિકેશન સાથે શિક્ષણ વિભાગને દરખાસ્ત કરવાની રહેશે. તેમજ રજીસ્ટ્રારની જગ્યા પર નિમણૂંક માટેના ઉમેદવારોની લાયકાતો સંબંધે સ્ટેચ્યુટમાં સુધારા કરવાની આવશ્યકતા જણાય તો તેવા સુધારા કરીને સરકારની મંજૂરી મેળવવાની હોય છે.આ બાબતે સ્ટેચ્યુટમાં સુધારા માટે સેનેટ સભામાં તા.1-2 ના રોજ દરખાસ્ત રજૂ કરવામાં આવેલી હતી પરંતુ એ દરખાસ્ત સેનેટમાં નામંજૂર કરવામાં આવી હતી.

Read About Weather here

તેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોઈપણ જાતનો સ્ટેચ્યુટમાં સુધારો કરવામાં આવેલો નથી તેમજ શિક્ષણ વિભાગના પરિપત્રનો ઉલાળ્યો થતો દેખાય રહ્યો છે. જે ખરેખર નિંદનીય બાબત છે.તેથી છાત્ર યુવા સંઘર્ષ સમિતિની સ્પષ્ટ માંગણી છે કે, આ ભરતી માટે સૌ પ્રથમ જરૂરી એવા સ્ટેચ્યુટમાં સુધારો કરવામાં આવે તેમજ ગુજરાત સરકારના પરિપત્રનો સંપૂર્ણ રીતે અમલ કરવામાં આવે. ત્યારબાદ જ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા યોજાય અને ભરતી કરવામાં આવે. તેમ પ્રમુખ સુરજ બગડાએ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here