સૌરાષ્ટ્ર યુનીવર્સીટી સીસીડીસી દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસરના ઓફ્લાઇન વર્ગોનું આયોજન

સૌરાષ્ટ્ર યુનીવર્સીટી સીસીડીસી દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસરના ઓફ્લાઇન વર્ગોનું આયોજન
સૌરાષ્ટ્ર યુનીવર્સીટી સીસીડીસી દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસરના ઓફ્લાઇન વર્ગોનું આયોજન

હાઇકોર્ટ દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસરની કુલ 63 જગ્યાઓની ભરતી કરવામાં આવશ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સીસીડીસી મારફત જુદી- જુદી સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેની સચોટ તાલીમ અને તજજ્ઞ નિષ્ણાંતોના માધ્યમથી કરવામાં આવે છે. જેના કારણે સૌરાષ્ટ્ર વિસ્તારના અનેક છાત્રોને સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન સાકાર થયેલ છે.

Subscribe Saurashtra Kranti here

સીસીડીસીના તાલીમ વર્ગોમાં દરરોજ સીલેકટેડ ટોપીક ઉપર માર્ગદર્શન, સ્વચકાસણી સ્વરૂપ એમ.સી.કયુ. પરીક્ષા, જ્ઞાનના સાગર રૂપી ઈનહાઉસ લાયબ્રેરી તથા પરીક્ષાની સફળતા મેળવે તે પ્રકારનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ, ઉપકુલપતિ અને કુલસચિવના સફળ માર્ગદર્શન હેઠળ ટીમ સીસીડીસી મારફત અનેક સફળતાપૂર્વક કાર્યક્રમ અને તેના ફળ સ્વરૂપ દરેક પરીક્ષામાં છાત્રો મારફત ઝળહળતી સફળતા મેળવી સીસીડીસીના તાલીમવર્ગોને અને કાર્યશાળાઓનાં આયોજનને બિરદાવેલ છે.

હાલ હાઈકોર્ટ દ્વારા ડેપ્યુટી સેકશન ઓફિસરની કુલ 63 જગ્યાઓની ભરતી કરવામાં આવનાર છે. ભરતીની જાહેરાતનાં અનુસંધાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સી.સી.ડી.સી. દ્વારા આગામી તા. 9 થી ઓફલાઈન તાલીમવર્ગોનું આયોજન કરવામાં આવેલ છે.

આ તાલીમ વર્ગમાં હાઈકોર્ટ દ્વારા ડેપ્યુટી સેકશન ઓફિસરની કુલ 63 જગ્યાઓ માટેના અભ્યાસક્રમમાં જનરલ સ્ટડીઝના વિષયો જેવા કે, ભારતનું બંધારણ, ભારતનો ઈતિહાસ અને ભૂગોળ, કોમ્યુટરને લગતું બેઝિક જ્ઞાન, અંગ્રેજી અને ગુજરાતી વ્યાકરણ, મેથેમેટીકસ અને રીઝનીંગ, જનરલ નોલેજ વગેરેની સઘન તાલીમ આપવામાં આવનાર છે.

Read About Weather here

ઉપરોક્ત તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છતા ઉમેદવારોએ આગામી તા. 7 સુધીમાં ગ્રાઉન્ડ ફલોર, સીસીડીસી બિલ્ડીંગ, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પાછળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે તેમનું રજિસ્ટ્રેશન ફોર્મ ટોકનું શુલ્ક સાથે બે પાસપોર્ટ સાઈઝના ફોટા, હાઈકોર્ટ ડેપ્યુટી સેકશન ઓફિસરનું ઓનલાઈન ભરેલ ફોર્મની ઝેરોક્ષ, આઈ.ડી.પ્રુફ અને લીવીંગ સર્ટીફિકેટ સાથે લાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન ફોર્મ ભરી કેમ્પસ પરની બેંકના વર્કિંગ દિવસોમાં જ રજિસ્ટ્રેશન ફી ભરી શકાશે. મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવાનો હોવાથી વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here