સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં શું રંધાઈ રહ્યું છે? ગરમી પકડતો વિવાદ

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં શું રંધાઈ રહ્યું છે? ગરમી પકડતો વિવાદ
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં શું રંધાઈ રહ્યું છે? ગરમી પકડતો વિવાદ

કુલપતિ સાથે મુલાકાતમાં એબીવીપી સામે કોઈ ફરિયાદ ન કરવા સ્પષ્ટ તાકીદ, મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને મળી રજૂઆત કરશે: રામભાઈ મોકરીયા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં વિવાદમાં સાંસદે ઝંપલાવતા ભારે ખળભળાટ, એકાએક રાજકીય અખાડો બની જતી સૌરાષ્ટ્રની સૌથી મોટી શિક્ષણ સંસ્થા
શિક્ષણધામમાં ભ્રષ્ટાચાર હોવો ન જોઈએ, એબીવીપી નાં કાર્યકરો સાથે, પોલીસે ખરાબ વર્તન કર્યું છે, રાજ્ય સભાનાં સાંસદ લાલઘૂમ

અવારનવાર વિવાદોમાં ઘેરાઈને મીડિયાની હેડલાઈનમાં ચમકતી રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સર્જાયેલો ભરતી અને નિમણુકોનાં ગોટાળા અને વ્હાલા દવલા નીતિ સામે વિરોધનો મામલો હવે રાજકીય રંગ પકડી ચુક્યો છે

Visit Saurashtra Kranti Homepage here

અને યયુનિવર્સિટીનાં મામલામાં એકાએક ભાજપનાં સાંસદે એન્ટ્રી કરતા તરેહ-તરેહની ચર્ચાઓ શરૂ થઇ ગઈ છે. યુનિવર્સિટીનાં વિવાદો પર નજર રાખતા શહેરીજનો એક જ સવાલ પૂછી રહ્યા છે કે, આ શિક્ષણ સંસ્થામાં શું રંધાઈ રહ્યું છે.

આજે આ મામલાએ એકાએક વળાંક લઇ લીધો છે. અને એબીવીપી ટેકામાં ભાજપનાં રાજ્યસભાનાં સાંસદ રામભાઈ મોકરીયા યુનિવર્સિટી ધસી જતા શિક્ષણ સંસ્થાનાં કેમ્પસમાં ખળભળાટ મચી ગયો છે.

આજે સાંસદ મોકરીયા યુનિવર્સિટીનાં કુલપતિ ડો.નીતિન પેથાણીને મળવા દોડી ગયા હતા. સુમાહિતગાર સુત્રો પાસેથી એવું જાણવા મળ્યું છે કે, યુનિવર્સિટીનાં મામલા અને ખાસ કરીને ભરતી કાંડ અંગે એબીવીપી એ ઉઠાવેલા મુદ્દાઓ પર મોકરીયાએ કુલપતિ સાથે લાંબી ચર્ચા વિચારણા કરી હતી.

સાંસદે એબીવીપી નાં કોઈ કાર્યકર સામે ફરિયાદ ન નોંધાવવાની કુલપતિને તાકીદ કરી હોવાનું પણ બહાર આવ્યું છે. એબીવીપી નાં કાર્યકરો રજૂઆત કરવા ગયા ત્યારે પોલીસે કરેલા વર્તનથી સાંસદ સખ્ત નારાજ દેખાયા છે અને મામલો ગાંધીનગર સુધી લઇ જાય તેવી શક્યતા નજરે ચડી રહી છે.

કુલપતિ સાથે બેઠક કર્યા બાદ સાંસદ મોકરીયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, શિક્ષણધામમાં ભ્રષ્ટાચાર ન હોવો જોઈએ. મેં કુલપતિને રજુઆતો કરી છે. એબીવીપીનાં કાર્યકરો સાથે પોલીસે ઘણું ખરાબ વર્તન કર્યું છે.

સાંસદે સ્પષ્ટ જણાવ્યું હતું કે, હું મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને મળવા જઈ રહ્યો છું અને યુનિવર્સિટીનાં મામલે રજૂઆત કરીશ. યુનિવર્સિટીનાં મામલામાં હવે સરકારે ધ્યાન આપવાની જરૂર છે.

ભાજપ સાંસદ દ્વારા ખૂદ મામલો હાથમાં લેવામાં આવતા અને ગાંધીનગર સુધી ડખ્ખો પહોંચાડવાની અને રજૂઆત કરવાની સાંસદે ચિમકી આપતા યુનિવર્સીટી કેમ્પસમાં અને લગતા વળગતા જવાબદાર લોકોમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો છે.

કુલપતિ અને પદાધિકારીઓમાં સાંસદનાં આકરા વલણથી ભારે દોડધામ મચી જવા પામી હોય તેવું દેખાઈ રહ્યું છે.આખો મામલો હવે ગાંધીનગર પહોંચે એ નિશ્ર્ચિત બન્યું છે. સાંસદની રજૂઆત બાદ રાજ્ય સરકાર તરફથી ક્યાં પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે

તેની એક બે દિવસમાં જ ખબર પડી જશે. જે ભરતી અને સિન્ડીકેટ સભ્યોની નિમણુંકો સામે એબીવીપી એ વાંધો ઉઠાવ્યો છે એવા તમામની નિમણુંકો પણ રદ થઇ શકે છે તેવું આધારભૂત સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

Read About Weather here

સિન્ડીકેટ સભ્યો કલાધર આર્યની નિયુક્તિ સામે ખૂદ રાજકોટ ભાજપનાં એક કોર્પોરેટરે વાંધો લીધા બાદ આ મામલામાં બે દિવસથી ભારે ગરમાવો આવી ગયો છે. ગઈકાલે એબીવીપી નાં કાર્યકરો એ સિન્ડીકેટ બેઠક સમયે જ જોરદાર રજુઆતો કરી હતી અને વાતાવરણમાં ઉગ્રતા પ્રસરી ગઈ હતી.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here