સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી ભવનમાં પ્રવેશ કામગીરી સામે અનેક સવાલ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી ભવનમાં પ્રવેશ કામગીરી સામે અનેક સવાલ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી ભવનમાં પ્રવેશ કામગીરી સામે અનેક સવાલ
ગુજરાત પ્રવેશ પ્રોફેશનલ્સ કોંગ્રેસના પ્રમુખ અને જાણીતા શિક્ષણવિદ ડો.નિદત્ત બારોટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને એક પત્ર પાઠવી અંગ્રેજી ભવનમાં એમ.એ. (ઈંગ્લીશ)ની તાજેતરમાં થયેલી પ્રવેશ કાર્યવાહીની પધ્ધતિ અંગે અનેક સવાલો ઉઠાવી ઊંડી તપાસ કરવા રજૂઆત કરી છે. સરકારના શિક્ષણમાં પ્રવેશ અંગેના નીતિ-નિયમોના તજજ્ઞો ડો.બારોટે પાંચ મુદ્દાઓ અંગે તપાસ માંગી છે.

Visit Saurashtra Kranti Homepage here

પત્રમાં દર્શાવવામાં આવ્યું છે કે, અંગેજી ભવનમાં કુલ બેઠકો 60 હતી અને પાછળથી તેમાં ઉમેરો કરી 66 બેઠકો કરવામાં આવી. આ વધારો કુલપતિએ કઈ તારીખે મંજુર કર્યો તે જાહેર થવું જોઈએ, બીજું અંગ્રેજી ભવન દ્વારા પહેલું મેરીટ લીસ્ટ જાહેર થયું તેમાં 48 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ યાદીમાં 60 અથવા 66 એડમિશનને ધ્યાનમાં રાખીને શા માટે યાદી પ્રસિધ્ધ ન થઇ? તપાસ થવી જરૂરી છે, ત્રીજું ઓબીસીમાં વધુ મેરીટ ધરાવતા વિદ્યાર્થીઓને આપોઆપ ઓપન કેટેગરીમાં પ્રવેશ મળે તેવી કાયદાની જોગવાઈ હોવા છતાં તેનું પાલન થયું જણાતું નથી, ચોથું એસ.ટી. કેટેગરીની જગ્યાઓને એસ.સી. માં ક્ધવર્ટ કરી બીજી અથવા ત્રીજી યાદીમાં આના આધારે મેરીટ મુકાયું હોય તેવું દેખાતું નથી અને પાંચમું ઊઠજ કેટેગરીમાં પણ પ્રવેશમાં સરકારનાં નિયમો જળવાયા હોય તેમ જણાતું નથી.

જો આ બાબતની યોગ્ય તપાસ કરી માહિતી આપવામાં નહીં આવે તો સરકારમાં અને આયોગમાં ફરિયાદ કરવાની ડો.બારોટે ચિમકી આપી છે. તેમણે પત્રમાં એવું પણ દર્શાવ્યું છે કે, અંગ્રેજી ભવનની એક વિદ્યાર્થીનીને ઊઠજ કેટેગરીમાં પ્રથમ યાદીમાં પ્રવેશ મળવા માત્ર હતો પરંતુ ન મળતા તેમણે ગુજરાત મહિલા આયોગમાં ફરિયાદ કરી હતી. બાદમાં વિદ્યાર્થીનીને જનરલ કેટેગરીમાં પ્રવેશ આપી દેવામાં આવ્યો હતો. પરંતુ રાજ્ય મહિલા આયોગ દ્વારા આ અંગે વિસ્તૃત રીપોર્ટ મંગાવતા યુનિવર્સિટીના અધિકારીઓ ડો.રમેશ પરમાર, ડો.મનીષ ધામેચા વગેરે અંગ્રેજી ભવનમાં રૂબરૂ આવી ભવનના વડા ડો.આર.બી.ઝાલાની ચેમ્બરમાં બેસી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો.

Read About Weather here

અંગ્રેજી ભવનમાં તા.14/6/2022 સુધી ભવનના વડા તરીકે પ્રો.સંજય મુખર્જી કાર્યરત હતા. તા.15/6/2022 થી ચાર્જ ડો.ઝાલાએ સંભાળ્યો છે. ડો.ઝાલા ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીના પૂર્વ પ્રદેશ પ્રમુખ છે અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ પ્રો.કમલ મહેતાના શિષ્ય છે. આ રીતે અંગ્રેજી ભવન પ્રવેશ પ્રક્રિયામાં થયેલા છબરડા બાબતે ડો.નિદત્ત બારોટની તર્કબધ્ધ અને મુદ્દાસર રજૂઆતથી યુનિવર્સિટી અધિકારીઓમાં દોડધામ મચી ગઈ છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here