સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત ભરતી રદ કરવા NSUI ની માંગ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

રાજકીય ભલામણોથી કરાર આધારિત ભરતી કરાતી હોવાનો આક્ષેપ
ભવનમાં કાયમી અધ્યાપકોથી જ વર્કલોડ પૂર્ણ થઇ શકે છે: રોહિત રાજપૂત

ગુજરાતી ભવનમાં બિન કાયદેસર વિઝિટિંગ અધ્યાપક ભરવા બાબતે ગજઞઈં દ્વારા આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિને આવેદન પાઠવી રજૂઆત કરી હતી.
રજૂઆતમાં જણાવ્યા મુજબ તાજેતરમાં યુનિવર્સિટીમાં કરાર આધારીત અધ્યાપકોનો વિવાદ આવ્યો, ત્યારબાદ ઈન્ટરવ્યુ રદ કરવા પડ્યા, કારણ કે તે નિયમ અનુસાર ન હતા. રૂ. 25000 લેખે એમ મહિના માટે કરાર આધારિત અધ્યાપકોને રાખવા નિર્ણય કરેલ તેમજ બહાર પાડેલ પરિપત્ર મુજબ જે ભવનમાં ઉંછઋ વિદ્યાર્થીઓ હોય ત્યાં વિઝીંટીંગ અધ્યાપક આપવાનું જરૂરિયાત નથી.

Visit Saurashtra Kranti Homepage here

છતાં યુનિવર્સિટીનાં વિભાગ દ્વારા ગુજરાતી ભવનને બિનકાયદેસર રીતે એક રાજકીય કાર્યકરને અને એક ભવનના અધ્યક્ષના નજીકનાઓને રાખવામાં આવેલ છે.
આ ભવનમાં કાયમી અધ્યાપકોથી જ વર્કલોર્ડ પૂર્ણ થઈ રહે છે, એમ છતાં તે ઉપરાંત પ ઉપર ઉંછઋ ની સંખ્યા છે. માટે વિઝિટિંગનો પ્રશ્ર્ન ઉપસ્થિત થતો જ નથી ! છતાં, આ કેવી રીતે ઓર્ડર થઈ શકે ? યુનિવર્સિટીમાં કોઈ જવાબદાર અધિકારી છે કે નહી? તેવા આક્ષેપો કર્યા હતા. યુનિવર્સિટીનો સ્પષ્ટ પરિપત્ર હોવા છતાં ભવનનાં અધ્યક્ષ કુલપતિ અને યુનિવર્સિટીને ખોટી માહિતી આપે તો એમની પર પગલા તાત્કાલિક લેવા જોઈએ જેથી યુનિવર્સિટીની ગરીમા બચાવી શકાય.

બિનકાયદેસર હોવા છતાં યુનિવર્સિટીના સત્તાધીશો ધુતરાષ્ટ્રની માફક વર્તન રાખીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ખૂબ જ નુકસાન કરી રહ્યાનો આક્ષેપ કર્યો છે.
વધુ માં જણાવ્યું છે કે, અમારી યોગ્ય માંગણી બે છે, જેમાં એક આ બિનકાયદેસર થયેલ ઓર્ડર તાત્કાલિક રદ કરવામાં આવે અને યુનિવર્સિટીને આર્થિક બોજો અને નિયમ વિરુદ્ધ થયેલ કામગીરીને રદ કરી શકાય.

બીજી રજૂઆત એ છે કે, યુનિવર્સિટીના કોઈપણ ભવનમાં જ્યાં હકીકતમાં જરૂરિયાત છે ત્યાં એ અધ્યાપકની નિમણૂંક માટે યુનિવર્સિટી પોતે તમામ વિષયના લાયકાત ધરાવતા બે રોજગાર યુવાનો પાસેથી અરજી મગાવવામાં આવે અને આ ડેટા રાખવામાં આવે જેથી સારા અધ્યાપકો અને લાગવગ વગરનાં બે રોજગાર યુવાનોને જે ભવનની જરૂર હોય તેમને આ લિસ્ટમાંથી ટિક કરીને ભવનને ફાળવવામાં આવે જેથી પારદર્શક વહિવટ પણ જોવા મળે માટે ભવનનોના લાગતા વળગતા લોકો લાગવગથી આવી ન જાય અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં ન્યાય મળે. તેમ રોહિત રાજપૂતે જણાવ્યું છે.

Read About Weather here

આ રજૂઆતમાં ગજઞઈંરોહિતસિંહ રાજપૂત, અભિરાજ તલાટીયા, મોહિલ ડવ, પાર્થ બગડા, જીત સોની સહિતના કાર્યકર્તાઓ જોડાયા હતા.(15.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here