સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચોમાસુ જામવાની સંભાવના

મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની આગાહી: સાયકલોનીક સકર્યુલેશન સર્જાયુ હોવાથી વરસાદની પુરી શકયતા

સૌરાષ્ટ્રમાં સાયકલોનીક સકર્યુલેશન સર્જાયુ હોવાથી વરસાદી વાતાવરણ ચાલુ રહેવાની અને તા.7 સપ્ટેમ્બરથી ચોમાસુ જામવાની હવામાન ખાતાએ આશાસ્પદ આગાહી કરી છે. રાજકોટમાં અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં ચોમાસાનું વાતાવરણ આજે પણ જામેલુ દેખાયું હતું કાળા દિબાંગ વાદળો આકાશમાં ધેરાયેલા હતા. પણ વરસાદ થયો ન હતો.

Visit Saurashtra Kranti Homepage here

આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની હવામાન ખાતાએ આગાહી ધરી છે. દક્ષિણ ગુજરાત તરફ જે સાયકલોનીક સકર્યુલેશન સર્જાયુ હતું તે હવે સૌરાષ્ટ્ર તરફ આવી ગયું હોવાથી વરસાદ જામવાની સંભાવના છે. દરીયા કાંઠા પાસેના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સીઝનના અંત ભાગમાં અત્યારે ખુબ જ સાનુકુળ હવામાન ઉભુ થઇ રહયાનું હવામાન ખાતાનું માનવું છે.

જો એવું થાય તો આગામી દિવસોમાં વરસાદની ઘટ ધણી બધી ઓછી થવાની આશા રાખવામાં આવે છે. રાજકોટમાં આજે આખો દિવસ ભારે ઠંડો પવન ફુંકાતો રહયો હતો જેના કારણે ગરમી અને બફારાથી લોકોને રાહત થઇ હતી. પરંતુ વરસાદ થયો નથી, પવન વેગ પુર્વક ફુંકાય રહયો છે.

Read About Weather here

હવામાન ખાતાના આંકડા મુજબ રાજયના સિઝનનો કુલ વરસાદ 532.2 મીમી જેટલો નોંધાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here