સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સતત બીજા દિવસે માવઠું

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સતત બીજા દિવસે માવઠું
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સતત બીજા દિવસે માવઠું

ખેતીની જણસોને જબરૂ નુકશાન, વાતાવરણમાં પલ્ટો, ખેડૂતો ચિંતામાં: રાજકોટમાં સતત ઝરમર, વહેલી સવારથી ગુજરાતમાં અનેક શહેરોમાં સતત ઝાપટાં

આજે સતત બીજા દિવસે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં માવઠાનો હવામાન યથાવત રહ્યો હતો. અનેક શહેરોમાં ગઈરાત્રે અને આજે વહેલી સવારથી સતત કમોસમી વરસાદનાં ઝાપટાં અને ઝરમર ચાલુ રહેતા ખેતીને ભારે નુકશાન થયું છે અને જગતનો તાત ચિંતામાં મુકાઇ ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

બે દિવસથી ભરશિયાળે ચોમાસા જેવું વાતાવરણ જામ્યું છે. પરિણામે ગુજરાતમાં હાલ બે દિવસ માટે સરકારે ટેકાનાં ભાવે મગફળીની ખરીદી કામગીરી પણ બંધ કરી દીધી છે.

માર્કેટિંગ યાર્ડોમાં ખુલ્લામાં પડેલા મગફળી, ચણા જેવી કૃષિ જણસોનો જથ્થો પલડી ગયો છે પરિણામે ખેડૂતોને ભારે આર્થિક નુકશાન થવા પામ્યું છે. શિયાળુ પાકને પણ માવઠાથી મોટું નુકશાન થવાની ભીતિ છે.

આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં વિવિધ શહેરોમાં કમોસમી વરસાદ ઝરમર-ઝરમર ચાલુ રહ્યો હતો. શહેરમાં રાત્રે સતત છાંટા ચાલુ રહ્યા હતા. વહેલી સવારથી વાતાવરણ વાદળ છાયું રહ્યું હતું.

સવારે નવ વાગ્યા પછી સૂર્ય મહારાજનાં દર્શન થયા હતા અને થોડો તડકો જોવા મળ્યો હતો. મોરબી, હળવદ, ટીકર, અજીતગઢ વગેરે વિસ્તારોમાં સવારથી કમોસમી વરસાદનાં છાંટા પડવાનું શરૂ થયું હતું.

સાબરકાંઠાનાં પોશીનાં હિંમતનગર અને બનાસકાંઠાનાં પાલન પુર, અંબાજી જેવા શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત ઝરમર ચાલુ રહી હતી. કચ્છ જિલ્લામાં પણ વાતાવરણ બે દિવસથી વરસાદી બની ગયું છે.

કચ્છનાં ભચાઉ, સામખયાળી, આધોઈ, ભુજ વગેરે વિસ્તારોમાં અને ગ્રામ્ય પંથકમાં માવઠું થતા કૃષિને મોટાપાયે નુકશાન થયું છે. અમદાવાદ અને આસપાસનાં વિસ્તારો તથા ગાંધીનગર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભરશિયાળે ચોમાસા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

Read About Weather here

અરબીસમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશર અને ઠંડા પવનોને કારણે માવઠાની સ્થિતિ સર્જાઈ છે ઠંડીમાં પણ ધીમે-ધીમે વધારો થઇ રહ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ હજુ બે દિવસ આવું વાતાવરણ રહેવાની શક્યતા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here