સૌરાષ્ટ્ર- ગુજરાતમાં માર્યાદિત સંખ્યા અને સાવચેતી સાથે પ્રજાસત્તાક પર્વ ઉજવાશે

સૌરાષ્ટ્ર- ગુજરાતમાં માર્યાદિત સંખ્યા અને સાવચેતી સાથે પ્રજાસત્તાક પર્વ ઉજવાશે
સૌરાષ્ટ્ર- ગુજરાતમાં માર્યાદિત સંખ્યા અને સાવચેતી સાથે પ્રજાસત્તાક પર્વ ઉજવાશે

ગુજરાત સરકાર દ્વારા ઉજવણી અંગે તમામ જિલ્લા તાલુકા તંત્ર માટે ખાસ ગાઈડલાઈન્સ: જિલ્લા અને તાલુકા કક્ષાની ઉજવણીમાં 150 ની મર્યાદામાં લોકોની હાજરી નિશ્ર્ચિત કરાઈ
વધુ લોકો ભેગા ન થાય એ રીતે કોરોના નિયમોનાં સખ્ત પાલન સાથે ધ્વજવંદન સહિતનાં કાર્યક્રમો યોજવાના રહેશે: કાર્યક્રમમાં હાજર રહેનારા મંત્રી, કલેકટર, સબ ડીવી.મેજીસ્ટ્રેટ, મામલતદાર અને સરપંચની હાજરીમાં કોરોના યોધ્ધાઓને વેક્સિનનાં પ્રિકોશન ડોઝ અપાશે

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોના મહામારીનાં કારણે ખૂબ જ સાવધાની- સતર્કતા અને કોવિડ પ્રોટોકોલનાં ચુસ્તપણે પાલન સાથે 26મી જાન્યુઆરીનાં રોજ રાષ્ટ્રીય પર્વ પ્રજાસતાક દિનની સંયમભેર ઉજવણી કરવામાં આવનાર છે. એ માટે રાજ્યનાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તમામ જિલ્લા અને તાલુકા તંત્ર માટે ઉજવણીની ખાસ ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે અને કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ખાસ આદેશ બહાર પાડવામાં આવ્યો છે. અધિક મુખ્ય સચિવ (પ્રોટોકોલ) દ્વારા અપાયેલો પરિપત્ર દર્શાવે છે કે, દર વર્ષે રાષ્ટ્રીય પર્વોની ઉજવણી આનંદ અને ઉત્સાહથી કરવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા મુખ્ય મથકે કરવામાં આવે છે. આ વખતે કોરોના મહામારીનો પ્રસાર વ્યાપક પ્રમાણમાં થયો હોવાથી એ મુજબ ઉજવણી કરવા માર્ગદર્શક સુચનાઓ જારી કરવામાં આવી છે. સંક્રમણનો ફેલાવો ન થાય તે માટે નિવારક પગલાનાં ભાગરૂપે સોશિયલ ડીસ્ટન્સ જાળવવા, માસ્ક પહેરવા, યોગ્ય સેનિટાઈઝેશન કરવા, બહોળી સંખ્યામાં લોકોને એકત્રિત ન કરવા, જોખમ જણાય તેવા લોકોની સુરક્ષા અંગે પગલા લેવા ભારત સરકારનાં ગૃહ મંત્રાલય અને આરોગ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ કોવિડ-19 માર્ગદર્શક સુચનાઓનું પાલન કરવાનું રહેશે અને એ મુજબ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવાની રહેશે. રાજ્ય સરકારે જિલ્લા અને તાલુકા કક્ષાની ઉજવણીમાં 150 લોકોની હાજરીની છૂટ આપી છે અને સંખ્યાની મર્યાદામાં જ ઉજવણીની તાકીદ કરવામાં આવી છે. જિલ્લા અને તાલુકા કક્ષાએ મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ પ્રમાણે કાર્યક્રમ યોજવાનો રહેશે.

તેમ જણાવાયું છે. સવારે 8:58 મંત્રી, કલેકટર, સબ ડીવી.મેજીસ્ટ્રેટ, મામલતદાર અને સરપંચ સ્થળ પર આવશે, ઉપસ્થિત અધિકારી સ્વાગત કરી મંચ તરફ દોરી જશે.સવારે 9 થી 9:02 મંત્રી, કલેકટર, સબ ડીવી.મેજી., મામલતદાર અને સરપંચ ધ્વજ ફરકાવશે, એ પછી એ મહાનુભાવો ધ્વજને સલામી આપશે, પોલીસ ટુકડી સલામી આપશે અને રાષ્ટ્રગીત વગાડવામાં આવશે. સવારે 9:02 થી 9:03- હર્ષ ધ્વનિ (વોલી ફાયરિંગ) સવારે 9:03 થી 9:18- મંત્રી, કલેકટર, સબ ડીવી.મેજી, મામલતદાર અને સરપંચનું ઉદ્દબોધન સવારે 9:18 થી 9:19 રાષ્ટ્રગીત વગાડવામાં આવશે. તમામ ઉપરોક્ત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કોરોના વોરીયર્સને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. ઉપરોક્ત મહાનુભાવો ધ્વજવંદનનાં કાર્યક્રમ સ્થળની બાજુમાં વૃક્ષારોપણ કરશે.

Read About Weather here

પરિપત્રમાં દર્શાવ્યું છે કે, દરેક કાર્યક્રમમાં કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે, સામાજીક અંતર તથા સેનિટાઈઝેશન ફરજીયાત રહેશે, માસ્ક પહેરવાનું પણ ફરજીયાત રહેશે. આ રીતે માર્ગદર્શીકા મુજબ રાષ્ટ્રીયપર્વ ગરિમાપૂર્ણ રીતે યોજાય તેની તમામ વ્યવસ્થા સંબંધિત જિલ્લા કલેકટરે ગોઠવવાની રહેશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here