સૌરાષ્ટ્ર ગુજરાતમાં ગરમીનું ભયાનક ટોર્ચર વધુ ઉગ્ર બન્યું

સૌરાષ્ટ્ર ગુજરાતમાં ગરમીનું ભયાનક ટોર્ચર વધુ ઉગ્ર બન્યું
સૌરાષ્ટ્ર ગુજરાતમાં ગરમીનું ભયાનક ટોર્ચર વધુ ઉગ્ર બન્યું
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં કાળઝાળ ગરમીનું ભયાનક ટોર્ચર યથાવત રહ્યું છે અને આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ હજુ વધી જવાની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, અમદાવાદ સહિત 8 થી વધુ શહેરોમાં હીટવેવને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અતિશય પ્રખર તાપ અને ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને ઝાડા-ઉલ્ટી, તાવ, શરદી જેવા રોગના દર્દીઓથી ખાનગી અને સરકારી દવાખાના ઉભરાઈ રહ્યા છે. લોકોને બપોરનાં સમયે અસહ્ય તાપની સાથે અકળાવી દેનારા અસહ્ય બફારાનો પણ સામનો કરવો પડે છે.

Visit Saurashtra Kranti Homepage here

દિવસનાં સમયે રાજ્યભરમાં સૂર્યનાં આકરા કિરણો ધરતીને અગનભઠ્ઠી બનાવી દે છે. પરિણામે દિવસનાં ભાગે જનજીવન જાણે ઠપ્પ થઇ ગયું હોય તેમ માર્ગો સુનકાર બની જાય છે. લોકો ઘરોમાં પુરાયેલા રહે છે. વૈશાખનાં ગરમ વાયરાની સાથે- સાથે આકાશમાંથી જાણે અગનગોળા વરસતા હોય તેમ સૂર્યકિરણોથી જીવ માત્ર અકળાઈ રહ્યા છે. તા.10 થી બે દિવસ સુધી ગુજરાતમાં હીટવેવ ચાલુ રહેવાની શક્યતા છે. આજે નોંધાયેલા મહતમ તાપમાનનાં આંકડા મુજબ સૌથી હોટ અમદાવાદ અને કંડલા રહ્યા હતા.

Read About Weather here

કંડલામાં 43 ડિગ્રી અને અમદાવાદમાં 42.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જૂનાગઢમાં 42, વડોદરામાં 42, રાજકોટમાં 41.4, ભાવનગરમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પવન ગતિ સૌથી વધુ રાજકોટમાં પ્રતિકલાક 18 કિ.મી. નોંધાઈ હતી. બીજીતરફ દરિયાકાંઠાનાં શહેરોમાં ગરમીથી થોડી રાહત જોવા મળે છે. દ્વારકામાં તાપમાન 31 ડિગ્રી, વેરાવળમાં 30 અને સુરતમાં 36 ડિગ્રી નોંધાયું હતું. હવામાન ખાતાએ આગાહી કરી છે કે, આગામી બે દિવસ દરમ્યાન અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. આથી લોકોને સાવધ રહેવા તાકીદ કરવામાં આવી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here