સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આવી રહ્યો છે હીટવેવ, લોકો સાવધ રહે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

રાજકોટ, અમદાવાદ સહિતનાં શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર જવાની સંભાવના: લોકોને કોટનનાં ઢીલા કપડા પહેરવા અને બપોરે માથું ઢાંકી રાખવા તંત્રની તાકીદ: આવતીકાલથી 3 દિવસ સુધી ગરમીનું ભયાનક મોજું ફરી વળવાની આગાહી
બાળકો અને વૃધ્ધોને ગરમીથી ખાસ રક્ષણ આપવા આરોગ્ય ખાતાની સલાહ

આવતીકાલથી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં મોટા ભાગનાં શહેરોમાં ભયાનક હીટવેવ ફરી વળવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. રાજ્યમાં ગરમીનો પારો આવનારા દિવસોમાં 40 ડિગ્રીને પાર કરી જાય તેવી શક્યતાને આધારે લોકોને સાવધ રહેવા અને ખરા બપોરે ઘરની બહાર નીકળવાનું ટાળવા સરકારનાં આરોગ્ય વિભાગ, સ્થાનિક તંત્ર મનપા દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે. આવતીકાલ તા.25 થી 3 દિવસ સુધી કાળઝાળ ગરમી લોકોને હેરાન પરેશાન કરી મુકે તેવી શક્યતા છે.

Visit Saurashtra Kranti Homepage here

સૌરાષ્ટ્ર અને ગુજરાત તેમજ કચ્છમાં આ વર્ષે માર્ચ મહિનામાં જ ગરમીએ જોર પકડી લીધું છે. હવામાન ખાતાનાં વર્તારા મુજબ રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ, દીવ તથા કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાઓમાં ત્રણ દિવસ ભયાનક ગરમી પડશે. તેવી શક્યતા છે. સૂર્યનો પ્રખર તાપ વધુ આકરો બની જશે. આથી કોમોર્બીડ લોકો, વૃધ્ધો અને નાના બાળકોને તડકામાં બહાર નહીં લઇ જવા સલાહ આપવામાં આવી છે. લોકોને લાઈટ કલરનાં અને કોટનનાં ઢીલા કપડા પહેરવા અને બપોરે બહાર નિકળવું પડે તો માથું બરાબર ઢાંકી નાખવા તાકીદ કરવામાં આવી છે.

છેલ્લા 10 વર્ષમાં પહેલીવાર માર્ચની મધ્યમાં જ તાપમાન 40 ડિગ્રી થયું છે. હવામાન શાસ્ત્રીઓનાં જણાવ્યા મુજબ દરિયાની સપાટીની દોઢ કિ.મી. નાં અંતરે એન્ટીસાઈકલોનીક સર્ક્યુંલેશન રચાયું છે. જેના કારણે હીટવેવમાં અસામાન્ય વધારો થયો છે. રાજકોટ, અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર જેવા શહેરોમાં લૂ સાથે ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે લોકો પરસેવે રેબઝેબ બન્યા છે.

Read About Weather here

આવનારા ત્રણ દિવસ ખૂબ જ આકરી અને ભયાનક ગરમીનાં રહેશે. રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી વગેરે જિલ્લાઓમાં આકરી લૂની સાથે- સાથે તાપમાનનો પારો 40 ડિગ્રી પાર કરી જાય તેવી સંભાવના છે. ગરમીની તિવ્રતા મુજબ હવામાન ખાતુ એલર્ટ જાહેર કરતુ હોય છે. પારો 40 ડિગ્રીની પાર થાય તો યલો એલર્ટ, 41 થી 43 ડિગ્રી તાપમાન થાય તો ઓરેન્જ એલર્ટ અને તાપમાનનો પારો 45 ડિગ્રી કે તેથી ઉપર જાય તો રેડ એલર્ટની ચેતવણી જાહેર કરવામાં આવે છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here