સૌરાષ્ટ્ર-ગુજરાતના 8 જિલ્લામાં વરસાદી નુકસાન:સર્વે માટે 120 ટીમો ઉતારાઇ

સૌરાષ્ટ્ર-ગુજરાતના 8 જિલ્લામાં વરસાદી નુકસાન:સર્વે માટે 120 ટીમો ઉતારાઇ
સૌરાષ્ટ્ર-ગુજરાતના 8 જિલ્લામાં વરસાદી નુકસાન:સર્વે માટે 120 ટીમો ઉતારાઇ
સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને જુનાગઢ ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી સહિત કેટલાક વિસ્તારોમાં માં વ્યાપક વરસાદથી થયેલી નુકસાનીના સર્વે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આદેશો આપ્યા છે. તો બીજી તરફ મુખ્ય સચિવ પંકજ કુમારે આ કામગીરી માટે તાત્કાલિક તમામ જિલ્લા કલેકટરોને વરસાદી નુકસાનીના સર્વે કરવાના આદેશ આપ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

જ્યારે જિલ્લા પ્રભારી દ્વારા આ કામગીરીનું મોનિટરિંગ કરવાની સ્પષ્ટ સૂચના મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે આજે કેબિનેટ બેઠકમાં થયેલી ચર્ચા અને કરેલા નિર્ણયો અંતર્ગત વિગતો આપતા રાજ્ય સરકારના પ્રવાહકતા જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત કુલ 8 જિલ્લાના 38 તાલુકાઓમાં કૃષિ પાકને નુકસાન થયું છે, જેના માટે 120 સર્વે ટીમ ઉતારીને તાત્કાલિક સર્વે કરવાના આદેશ આપ્યા છે તો બીજી તરફ આ સર્વે ટીમ દ્વારા અત્યાર સુધી 29800 હેક્ટર નો સર્વે પૂરો કરી દીધો છે.

પરંતુ કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા હોવાથી ત્યાં સર્વે કરવો મુશ્કેલ છે પરંતુ પાણી બાદ તે ખેતીની જમીનમાં સર્વે કરવામાં આવશે તેવી સ્પષ્ટતા પણ કરી હતી આ ઉપરાંત તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજની કેબિનેટ બેઠકમાં અસરગ્રસ્તોને સર્વે બાદ તાત્કાલિક સહાય ચૂકવવા માટે પણ તંત્રને સ્પષ્ટ સૂચના આપી છે જ્યારે મુખ્ય સચિવ પંકજ કુમારે પણ જિલ્લાના તમામ કલેકટરોની સર્વેની કામગીરી માટે આદેશ આપ્યા છે જેનું પ્રભારી કક્ષાએથી મોનિટરિંગ પણ કરવામાં આવશે.

આ ઉપરાંત અન્ય વિગતોમાં તેમણે કહ્યું કે રાજ્યના જે વિસ્તારોમાં વ્યાપક વરસાદ પડ્યો છેતેવા વિસ્તારોમાં અન્ય ટીમો પણ કામે લગાડવામાં આવી છે જેમાં આરોગ્યની 320 ટીમ સફાઈ માટેની 102 ટીમ ઘરવખરીના સર્વે માટેની 90 ટીમ ફિલ્ડમાં કામ કરી રહ્યું હોવાની વિગતો આપી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું કે ગુજરાતમાં હાલ તમામ એસટી રૂટ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે તો બીજી તરફ માર્ગ અને મકાન વિભાગ દ્વારા પણ રોડ મરામતની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જીતુ વાઘાણીએ જણાવ્યું હતું

Read About Weather here

વરસાદ અને જળાશયોની સ્થિતિ અંગે તેમણે કહ્યું કે રાજ્યના 64% વિસ્તારમાં કૃષિ પાકનું વાવેતર કરી દેવામાં આવી છે જ્યારે 237 તાલુકાઓમાં 125મી. મી વધુ વરસાદ પડ્યો હોવાનું જણાવ્યું હતું આ ઉપરાંત રાજ્યના 206 જળાશયોમાં 56.11% થયો છે તો બીજી તરફ સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં પણ વરસાદી પાણીનો સંગ્રહ થયો છે જ્યારે રાજ્યના 30 જળાશયો સો ટકા વરસાદી પાણીથી ભરાયા હોવાનો દાવો કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here