સૌરાષ્ટ્ર-કચ્છમાં 788 કિ.મી.ના નવા નેશનલ હાઈ-વે બનશે: કેન્દ્રીય મંત્રી ગડકરી

સૌરાષ્ટ્ર-કચ્છમાં 788 કિ.મી.ના નવા નેશનલ હાઈ-વે બનશે: કેન્દ્રીય મંત્રી ગડકરી
સૌરાષ્ટ્ર-કચ્છમાં 788 કિ.મી.ના નવા નેશનલ હાઈ-વે બનશે: કેન્દ્રીય મંત્રી ગડકરી

નીતિન ગડકરીની ગુજરાતના સાંસદો સાથે બેઠક યોજાઈ
નેશનલ હાઈ-વે પર 24 કલાક ઓકિસજન આપતા વૃક્ષોનું રોપણ કરવા સાંસદ મોકરીયાનું સૂચન

કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે ગુજરાતના સાંસદોની એક બેઠકમાં દેશભરમાં હાઈ-વે નિર્માણ સાથે જ 24 કલાક ઓકિસજન આપતા વૃક્ષોનું રોપણ કરવા સાંસદ મોકરીયાએ સૂચન કર્યું.

Visit Saurashtra Kranti Homepage here

રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા સહિતના ગુજરાતના સાંસદોની બેઠકમાં કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાણકારી આપતા કહ્યું કે, ગુજરાતમાં કુલ 788 કિલોમીટરના નવા રાષ્ટ્રિય ધોરી માર્ગને મંજુરી આપી દેવામાં આવી છે.

જેમાં સૌરાષ્ટ્ર કચ્છના પોરબંદર,અમરેલી,ખંભાળિયા,કચ્છ સહિતના પંથકના જુદા જુદા સ્ટેટ હાઇ વે ને જોડતાં રાષ્ટ્રિય ધોરીમાર્ગ બનશે.

આ ઉપરાંત ગુજરાતમાં શામળાજી, આણંદ સહિતના રાજય માર્ગોને જોડતો નેશનલ હાઇવે બનશે.

આ બેઠકમાં સાંસદ રામભાઇ મોકરીયાએ કેન્દ્રિય મંત્રીને એવુ સૂચન કર્યુ હતું કે કોરોના કાળમાં આપણને ઓકસીજનની કિંમત સમજાણી છે.

આથી હવે દેશભરમાં નેશનલ હાઇ વે બને તેની સાથે જ ર4 કલાક ઓકસીજન આપતા વૃક્ષો જેવા કે, લીમડો, પીપળો, સરગવો, સેતુર વાવવાનું કામ સમાવિષ્ટ કરવાની સમયની માંગ છે.

આ ઉપરાંત હાઇ વે ઉપર આવતાં બ્રીજ અને પુલીયા નજીક વૃક્ષો વાવવામાં આવે છે તે ઘણી વખત પુલને નુકસાન કરે છે.

ખાસ કરીને આ કારણે આપતીના સમયમાં વાહનવ્યહવાર પણ થંભી જાય છે.

આવા સ્થળે વૃક્ષો વાવવા ચોકકસ માર્ગદર્શિકા મુજબ કામ થવુ જોઇએ.

આ સૂચનને કેન્દ્રિય મંત્રીએ આવકાર્યુ હતું.રાજકોટ રાજય સભાના સાંસદ રામભાઇ મોકરીયાએ જણાવ્યુ હતું કે કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે રાજયસભાના સાંસદોની એક બેઠક યોજાઇ હતી.

જેમાં ગુજરાતમાં થનારા નેશનલ હાઇ-વે વિષે તેમણે માહિતી આપી હતી.

જેમાં બગસરા,ધારી,ઉનાને જોડતો નેશનલ હાઇવે, નાગેશ્રી, ખાંભા, અમરેલીથી, બાબરા, જસદણ થઇને ચોટીલા સ્ટેટ હાઇ વે ને ટચ થશે.

પોરબંદર પંથકમાં નેશનલ હાઇવે પ1 પોરબંદરથી શરૂ થઇ ભાણવડ, જામજોધપુર થઇ કાલાવડ પાસે સ્ટેટ હાઇ-વે ને જોડશે. નેશનલ હાઇ-વે 151-એ પોરબંદર પંથકના ખંભાળિયા, અડવાણા થઇ પોરબંદર નેશનલ હાઇ વે ર7 ડીને જોડશે.

નેશનલ હાઇવે ર7 રાણવાવાવ, ભાણવડ થઇ ખંભાળિયા નજીક નેશનલ હાઇ-વે 1પ1ને જોડશે.

આ ઉપરાંત કચ્છમાં પ્રવાસન હેરીટેજ સાઇટ ધોળાવીરાને જોડતો નેશનલ હાઇ-વે અને ગુજરાતમાં આણંદ, શામળાજીને જોડતો નેશનલ હાઇ વે બનશે.

આ બેઠકમાં કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી સાથે ગુજરાતના સાંસદોમાં કેબિનેટ મંત્રી પરસોતમ રૂપાલા, રામભાઇ મોકરીયા,

Read About Weather here

રમીલાબેન બારા, દિનેશભાઇ અનાવડિયા, જુગલકિશોર લોખંડવાલા, નરહરી અમીન વગેરે સાંસદો જોડાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here