સૌરાષ્ટ્ર-કચ્છમાં કાલે ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે

સૌરાષ્ટ્ર-કચ્છમાં કાલે ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે
સૌરાષ્ટ્ર-કચ્છમાં કાલે ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગુરૂપૂર્ણિમા પર્વની આવતીકાલે બુધવારે ભવ્યતાથી ઉજવણી કરવામાં આવશે. ભાવિકો દ્વારા ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા છે. ગુરૂપૂજન, અર્ચન, મહાપ્રસાદ, ધુન, ભજન, કીર્તન સહિતના આયોજનો કરાયા છે. રાજકોટમાં પૂજય સદ્ગુરૂદેવ રણછોડદાસજીબાપુની અસીમ કૃપા તથા પ્રેરણાથી દર વર્ષની જેમ શ્રી સદ્ગુરૂ સદન ટ્રસ્ટ દ્વારા રણછોડદાસજીબાપુ સદ્ગુરૂ આશ્રમ ખાતે તા.13 ને બુધવારના રોજ શ્રી ગુરૂપૂર્ણિમાં મહોત્સવ ધામધૂમપૂર્વક શ્રી સદ્ગુરૂદેવનું પુજન ષોડષોપચાર પુજન, શ્રી રામરક્ષા સ્ત્રોત, પ્રાર્થના, સ્વાધ્યાય અંતર્ગત શ્રી રામ સ્તવરાજ પાઠ શ્ર્લોક, પાઠ તથા એક એક શ્ર્લોક સાથે પુષ્પાજંલિ પ.પૂ.શ્રી સદ્ગુરૂદેવ ભગવાનને અર્પણ થશે. આ પૂજનમાં સ્વાધ્યાય સાથે રાખીને દરેક ગુરૂભાઈઓ તથા બહેનોને તેમજ ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનોને ભાગ લેવા હાર્દિક નિમંત્રણ છે.

Visit Saurashtra Kranti Homepage here

પૂજયશ્રી સદ્ગુરૂદેવ ભગવાનના દર્શન ઝાંખી માટે સવારે 5:30 થી બપોરે 1:30 વાગ્યા સુધી તથા બપોરે 3 થી રાત્રિના 11:30 વાગ્યા સુધી નિજ મંદિર ખુલ્લુ રહેશે. ચરણ પાદુકાના દર્શન સવારે 11 થી 1:30 તથા બપોરે 3 રાત્રીના 11:30 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. આ સમય દરમ્યાન ભાવિકો સદ્ગુરૂદેવ ચરણ પાદુકાના દર્શનનો લાભ લઈ શકશે. ગુરૂપૂર્ણિમા મહોત્સવ દરમ્યાન સદ્ગુરૂદેવ ભગવાનના ભોજનરૂપી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે. જેથી સદ્ગુરૂ મહાપ્રસાદ લેવા માટે સમગ્ર શહેર તથા સમગ્ર સૌરાષ્ટ્ર તથા બહાર ગામના ધર્મપ્રેમી ભાઈઓ-બહેનો તેમજ ગુરૂભાઈઓ-બહેનો,

Read About Weather here

બાળકોને પરિવાર સાથે પધારવા શ્રી સદ્ગુરૂ સદન ટ્રસ્ટ દ્વારા વિનંતી કરવામાં આવી છે. મહાપ્રસાદનો સમય સવારના 11 થી બપોર 2:30 સુધી અને મહાપ્રસાદનું સ્થળ શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, ગ્રાઉન્ડ નં.ર, નાગબાઈ પાનવાળી શેરી, જૂનો કુવાડવા રોડ, રાજકોટ ખાતે રહેશે. દર વર્ષની માફક આ વર્ષે પણ પરમ પૂજયશ્રી સદ્ગુરૂદેવ ભગવાનની રક્ષાદોરી કે જે વર્ષમાં એક જ વખત આપવામાં આવશે. તેનો સમય સવારના 6 થી બપોરના 1:30, બપોરના 3 થી રાત્રિના 11:30 સુધીનો રહેશે. આ સાથે શ્રી સદ્ગુરૂ મનોકામના સંપૂર્તિ યજ્ઞનું સવારે 10 થી રાત્રિના 11:30 વાગ્યા સુધી આયોજન કરવામાં આવેલ છે. તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here