સૌરાષ્ટ્રમાં સરેરાશથી 3 ટકા વધુ વરસાદ : તા.15 સુધી મહેર વરસશે

સૌરાષ્ટ્રમાં સરેરાશથી 3 ટકા વધુ વરસાદ : તા.15 સુધી મહેર વરસશે
સૌરાષ્ટ્રમાં સરેરાશથી 3 ટકા વધુ વરસાદ : તા.15 સુધી મહેર વરસશે
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી એકધારો સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે હજુ તા. 15 જુલાઇના આવતા શુક્રવાર સુધી મેઘ મહેર યથાવત રહેવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ દ્વારા કરવામાં આવી છે. ગત 1લી જુલાઇએ કરેલી આગાહી મુજબ સૌરાષ્ટ્ર-ગુજરાતના અનેક ભાગોમાં એકથી વધુ રાઉન્ડ વરસાદ વરસ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

છેલ્લા 24 કલાકમાં 228 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 157 તાલુકામાં 10 મીમી કરતા વધુ વરસાદ થયો છે. તા.7 જુલાઇની સ્થિતિએ સૌરાષ્ટ્ર-કચ્છમાં અત્યાર સુધીનો વરસાદ સરેરાશ કરતા 3 ટકા વધુ થઇ ગયો છે અને વરસાદી ખાધ ખતમ થઇ ગઇ છે. માત્ર કચ્છની ગણતરી કરવામાં આવે તો કચ્છમાં સરેરાશ કરતા 16 ટકા વધુ વરસાદ થયો છે. જોકે ગુજરાત રીજીયનમાં 20 ટકાની ઘટ છે.

તેઓએ કહ્યું કે દક્ષિણ પાકિસ્તાન બાજુનુ લો-પ્રેસર હતું તે હવે નબળુ પડયુ છે અને માત્ર અપરએર સાયકલોનિક સકર્યુલેશન છે તે 2.1 કિ.મી.ના લેવલે દક્ષિણ-પશ્ર્ચિમ રાજસ્થાન પર કેન્દ્રીત છે. એક અપરએર સાયકલોનિક સકર્યુલેશન આંધ્રપદેશ તથા ઓડિસાના દરિયા કિનારે 7.6 કિ.મી.ના લેવલે વધતી ઉંચાઇએ દક્ષિણ-પશ્ર્ચિમ તરફ ઝુકાવ કરે છે. ચોમાસુ ધરી જેતલસર, કોટા, જબલપુર, કંલીગાપટ્ટનમથી બંગાળની ખાડીમાં અપરએર સાયકલોનિક સકર્યુલેશન સુધી લંબાઇ છે. જેની ઉંચાઇ 1.5 કિ.મી.ની છે. ઓફશોરટ્રફ દક્ષિણ ગુજરાતથી કર્ણાટકના કિનારા સુધી છે જયારે ઇસ્ટ વેસ્ટ સીયર ઝોન 3.1થી 5.8 કિ.મી.ના લેવલે મુંબઇથી પસાર થઇને પૂર્વ બાજુ જાય છે. તેમણે કહ્યું કે ચોમાસુ ધરીનો પશ્ર્ચિમ છેડો અમુક દિવસ નોર્મલ અને અમુક દિવસ નોર્મલથી દક્ષિણે દોઢ કિ.મી.ના લેવલે રહેવાની શકયતા છે.

Read About Weather here

ઇસ્ટ વેસ્ટ સિયર ઝોન જેવું બહોળુ સકર્યુલેશન આંધ્રપ્રદેશના કિનારાથી ગુજરાત સુધી 4.1 કિ.મી.ના લેવલે ફેલાવવાની શકયતા છે. સકર્યુલેશનના પવન અમુક દિવસે ગુજરાતને ફાયદારૂપ બનશે. આ ચોમાસુ પરિબળો ગુજરાતને અસરકર્તા રહે તેમ હોવાથી તા.8થી 15 જુલાઇ સુધી સમગ્ર રાજયમાં સારા વરસાદના રાઉન્ડ ચાલુ રહેવાની શકયતા છે. ઘણા વિસ્તારોમાં વરસાદના એકથી વધુ રાઉન્ડ આવી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here