સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી પવન સાથે વરસાદથી વીજ સેવાઓ ખોરવાઈ

સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી પવન સાથે વરસાદથી વીજ સેવાઓ ખોરવાઈ
સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી પવન સાથે વરસાદથી વીજ સેવાઓ ખોરવાઈ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં મિની વાવાઝોડા જેવા વાતાવરણમાં વરસાદ ખાબકતા વિજ તંત્રને વ્યાપક નુકશાન થયું છે. સૌરાષ્ટ્રભરમાં 572 વીજ થાંભલાઓનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. ઉપરાંત 36 ગામોમાં અંધારપટ સર્જાયો હતો અને 180 જેટલા વીજ બંધ પડયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

પશ્ર્ચિમ વીજ ગુજરાત કંપની (પીજીવીસીએલ)ના સુત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ, મોરબી, અમરેલી, ખંભાળિયા સહિતના અનેક જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં રવિવારે સાંજે ઝંઝાવાતી પવન સાથે તોફાની વાતાવરણ સર્જાયું હતું. થોડો વખત 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હોવાથી શહેરથી માંડીને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ઉપકરણોને વ્યાપક અસર થઇ હતી.

વીજળી થઇ જવાની સાથોસાથ વીજ થાંભલા પડી જતા, ટ્રાન્સફોર્મરોને નુકશાન થવા, ફીડર ફોલ્ટ થવા સહિતના ઘટનાક્રમો સર્જાયા હતા. સૌરાષ્ટ્રમાં કુલ 572 વીજ થાંભલા પડી ગયા અથવા નુકશાની થયાના પ્રાથમિક રિપોર્ટ મળ્યા છે. રાજકોટ શહેરમાં 36 થાંભલાઓને નુકશાન થયું હતું જ્યારે રાજકોટ ગ્રામ્યમાં 84, પોરબંદર પંથકમાં 111, જૂનાગઢ પંથકમાં 54, જામનગરમાં ભુજમાં 10, અંજારમાં 10, ભાવનગરમાં 7, અમરેલીમાં 61 તથા સુરેન્દ્રનગરમાં 12 થાંભલાઓ ધરાશાયી થયા હતા અથવા નુકશાન પામ્યા હતા.

આ સિવાય 36 ગામોમાં અંધારપટની હાલત સર્જાઇ હતી. રાજકોટ ગ્રામ્યના 3, મોરબીના 5, જામનગરના 7, સુરેન્દ્રનગરના 20 તથા બોટાદના 1 ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જે પુન: નોર્મલ કરવા તંત્ર દ્વારા તાકીદની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યોતિગ્રામ, એગ્રીકલ્ચર તથા અર્બન ફીડરોને પણ નુકશાન થયું હતું. સૌથી વધુ 172 એગ્રીકલ્ચર ફીડર બંધ થયા હતા.

Read About Weather here

વીજ તંત્રના સુત્રોએ જણાવ્યું હતું કે, તોફાની મિજાજ સાથેના વરસાદને કારણે ઠેકઠેકાણે જુદા-જુદા ફોલ્ટ સર્જાતા લાઇન સ્ટાફને સતત દોડતું રહેવું પડ્યું હતું. રાજકોટમાં પણ રાત કામગીરી ચાલી હતી. ઝાડ અથવા તેની ડાળીઓ વીજ તાર પર પડી હોવાના કારણે પણ પુરવઠો ખોરવાઈ જવાના બનાવો બન્યા હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here