સૌરાષ્ટ્રમાં કાતિલ ઠંડીનાં મોજાથી આંશિક રાહત…

સૌરાષ્ટ્રમાં કાતિલ ઠંડીનાં મોજાથી આંશિક રાહત...
સૌરાષ્ટ્રમાં કાતિલ ઠંડીનાં મોજાથી આંશિક રાહત...

સૌથી વધુ માત્ર નલિયામાં 8.8 ડિગ્રી, અન્યત્ર 10 ડિગ્રીથી ઉપર પારો ચડ્યો: છેલ્લા એક સપ્તાહથી થઇ રહેલા આકરા ઠંડીનાં તાપથી થોડી રાહત અનુભવતા લોકો

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ફરી વળેલા કાતિલ ઠંડીનાં મોજાથી આજે લોકોએ આંશિક રાહત અનુભવી છે. કચ્છનાં નલિયાને બાદ કરતા સર્વત્ર તાપમાનમાં વધારો નોંધાયો છે અને ઠંડીમાં ઘટાડો થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

ઉત્તરાયણ પછી તાપમાનનો પારો ઉંચે ચડ્યો છે. રાજકોટમાં 13.3, જામનગરમાં 13.5, ભુજમાં 12.8, ભાવનગરમાં 14.2, દ્વારકામાં 16.3, પોરબંદરમાં 17 અને વેરાવળમાં 17 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. એકમાત્ર નલિયામાં સૌથી વધુ ઠંડી 8.8 ડિગ્રી નોંધાઈ હતી.

આ રીતે નલિયાને બાદ કરતા મોટાભાગનાં શહેરોમાં તાપમાન બે આંકડે થઇ જતા લોકોને હાશકારો થયો હતો.

ખંભાળિયા પંથકમાં લોકોએ કાળઝાળ ઠંડીનો અનુભવ કર્યો હતો. ઠંડીનું મોજું યથાવત રહેતા લોકો ત્રાહિમામ થઇ ગયા હતા.
અહીં પણ ગઈકાલથી તાપમાનનો પારો થોડો ઊંચકાયો હોવાથી ઠંડીથી થોડી રાહત મળી છે.

Read About Weather here

અમદાવાદમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. જ્યાં દિવસ દરમ્યાન તાપમાન 26.9 ડિગ્રી નોંધાયું હતું.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here