સૌરાષ્ટ્રભરમાં લોખંડ-સ્ટીલના વેપારી સાથે ઠગાઈ કરનાર બે શખ્સો પકડાયા; બે શખ્સોની શોધખોળ

સૌરાષ્ટ્રભરમાં લોખંડ-સ્ટીલના વેપારી સાથે ઠગાઈ કરનાર બે શખ્સો પકડાયા; બે શખ્સોની શોધખોળ
સૌરાષ્ટ્રભરમાં લોખંડ-સ્ટીલના વેપારી સાથે ઠગાઈ કરનાર બે શખ્સો પકડાયા; બે શખ્સોની શોધખોળ

ટ્રક-ખિલાસરી, મોબાઈલ મળી કુલ રૂ. 9.84નો મુદામાલ કબ્જે કરતી જૂનાગઢ સી.ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે.ગઢવીની ટીમ

જૂનાગઢમાં લોખંડ – સ્ટીલના વેપારીને ટાર્ગેટ બનાવી ખોટા સરનામે માલ મંગાવી લઈ છેતરપિંડી આચરતી ટોળકીના બે શખ્સોને લોંખડ ભરેલી ખિલાસરી સાથે જુનગઢ સી ડિવિઝન પોલીસે ઝડપી લઈ ટ્રક – ખિલાસરી મળી કુલ રૂ. 9,84,000 નો મુદામાલ કબ્જે કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢમાં વેપારી સાથે છેતરપિંડી આચરીને બે શખ્સો વંથલી થી રાજકોટ તરફ ખિલાસરી ભરેલો ટ્રક લઈ નીકળવાના હોવાની બાતમીના આધારે જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ જે.જે.ગઢવી, પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ આર.બી છેલાણાની ટીમે વોચ ગોઠવીને

આરોપી આરોપી અરજણ રત્નભાઈ પરમાર ( રહે.ગોંડલ ), કનૈયા મેઘજીલાલ પિત્રોડા ( રહે. ગોંડલ ) ની ધરપકડ કરી ટ્રક કિંમત રૂ. 6લાખ, 6310 ટન ખિલાસરી કિંમત રૂ. 3,76,800 ની કબ્જે કરી હતી.

કુલ રૂ. 9,84,100નો મુદામાલ કબ્જે કર્યો હતો. બન્ને આરોપીએ ખલિલપુર ચોકડી,વંથલી રોડ, માખીયા ગાળ નજીકથી વેપારીઓ સાથે છેતરપિંડી આચરી હોવાનું ખુલ્યું હતું.

Read About Weather here

આ બંને શખ્સો તેના સાગરીત શૈલેષ છગન પટેલ ( રહે. ગોંડલ ), કનૈયા મેઘજીલાલ પિત્રોડા ( રહે. ગોંડલ) સાથે મળી વેપારીઓ સાથે ટોચના બિલ્ડર તરીકે વાત કરી ઉધારમાં માલ સામાન ભરાવી છેતરપિંડી આચરતા હતા. આરોપી શૈલેષ છગન જુનગઢ, સુરત, રાજકોટ, ભાવનગર , પોરબંદરમાં છેતરપિંડી અંગેના ગુના નોંધાયેલા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here