સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી

સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી
સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી
સવારે પોણા સાત વાગ્યાની આસપાસ 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલથી 22 કિ.મી દૂર નોંધાયું હતું. ગુજરાતમાં કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાતા હોવાના અહેવાલો અવારનવાર આવતા રહે છે.

Visit Saurashtra Kranti Homepage here

પરંતુ આજે વહેલી સવારે રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.ગોંડલ સહિત ગ્રામ વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડર ફેલાયો હતો. વહેલી સવારે ભૂકંપનો આંચકો આવતાં લોકો ગભરાઈ ગયાં હતાં.

લોકો ભૂકંપના ડરથી ઘરની બહાર દોડી આવ્યા હતાં. હાલમાં ભૂકંપના આંચકાને પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. યાત્રાધામ વિરપુરમાં પમ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

આટકોટ પંથકમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપની ખબર પડતાં જ લોકો ઊંઘમાંથી જાગી ગયાં હતાં. જોકે આંચકાની તીવ્રતા ઓછી હોવાથી મોટાભાગના લોકોને અનુભવ થયો નહોતો. બારી બારણાં પર ભૂકંપની અસર દેખાઈ હોવાનું લોકોએ જણાવ્યું હતું.

રાજસ્થાન પાસે 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવતાં તેની અસરો પાલનપુર સહિત બનાસકાંઠા જિલ્લાના ઘણા તાલુકાઓમાં જોવા મળી હતી. બનાસકાંઠાથી 90 કિલોમીટર દૂર ભૂકંપ આવતા જ પાલનપુર સહીતના બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં ધરા ધ્રુજી ઊઠી હતી.

સતત રાત્રિના સમયે ભૂકંપના આંચકાનો અનુભવ કરતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.4.1ની તીવ્રતાનો ભૂકંપ આવતાં તેની અસર પાલનપુર સહીત જિલ્લાના અનેક તાલુકાઓમાં જોવા મળી હતી.

Read About Weather here

જો કે આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાજસ્થાનના ભીનમાલ પાસે હોવાનું જાણવા મળ્યું હતું.બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં લોકો ભૂકંપના આંચકાનો અનુભવ કરી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here