સૌરાષ્ટ્રના વરસાદ ગ્રસ્ત વિસ્તારોમાં તાકિદે સર્વે શરૂ કરાશે

સૌરાષ્ટ્રના વરસાદ ગ્રસ્ત વિસ્તારોમાં તાકિદે સર્વે શરૂ કરાશે
સૌરાષ્ટ્રના વરસાદ ગ્રસ્ત વિસ્તારોમાં તાકિદે સર્વે શરૂ કરાશે

કૃષિ મંત્રીનો ચાર્જ સંભાળતા જ રાઘવજી પટેલનો આદેશ
આજે શનિવારે સાંજે પાંચ વાગ્યે મુખ્યમંત્રીની કૃષિ વિભાગ સાથે બેઠક

ગુજરાતનાં કૃષિ વિભાગના કેબિનેટ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળી લીધા બાદ તુરત જ રાઘવજીભાઇ પટેલ એકશનનાં મુડમાં આવી ગયા છે. તેમણે ચાર્જ લીધા બાદ આજે જે પહેલો આદેશ બહાર પાડયો તેમાં સૌરાષ્ટ્રના વરસાદ ગ્રસ્ત વિસ્તારોના સર્વે અંગેનો છે.

Visit Saurashtra Kranti Homepage here

રાઘવજીભાઇ પટેલે ખેડૂતો અને અન્ય અસરગ્રસ્તોને તાકિદે સહાય ચુકવવાનાં કામને અગ્રતા આપવાની જાહેરાત કરી છે.

સૌરાષ્ટ્રના વરસાદ ગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલીક નુકસાનીનો સર્વે હાથ ધરવા કૃષિ મંત્રીએ એમના વિભાગને આદેશ આપ્યો હતો. ખેતી, પશુધન અને માલ-સમાનને થયેલા નુકસાનીનો સર્વે કરવામાં આવશે અને તાત્કાલિક સહાય ચુકવવામાં આવશે તેવું કૃષિ મંત્રીએ જાહેર કર્યુ છે.

આજે શનિવારે સાંજે પાંચ વાગ્યે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની કૃષિ વિભાગ સાથે ખાસ બેઠક મળી રહી છે. આ બેઠક બાદ મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવે તેવી શકયતા છે.

Read About Weather here

સર્વે થઇગયા બાદ રાજય સરકાર દ્વારા સહાય ચુકવાશે આજે મુખ્યમંત્રી બેઠકમાં મહત્વનો કોઇ નિર્ણય લે તેવી શકયતા છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here