સૌરાષ્ટ્રના ચંદનની તરબતર ખુશ્બુ હવે વિશ્ર્વમાં ફેલાશે

સૌરાષ્ટ્રના ચંદનની તરબતર ખુશ્બુ હવે વિશ્ર્વમાં ફેલાશે
સૌરાષ્ટ્રના ચંદનની તરબતર ખુશ્બુ હવે વિશ્ર્વમાં ફેલાશે

રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો ચંદન વૃક્ષોના વાવેતરમાં મગ્ન: ટૂંક સમયમાં ચંદનના ઘર મનાતા દક્ષિણ ભારત સાથે સ્પર્ધા કરવા લાગશે કાઠીયાવાડી ખેડૂતો: 2 હજારથી વધુ ખેડૂતોની તિજોરી ચંદન કાસ્ટ અને ચંદન પરફમ્યુમના વેંચાણથી છલોછલ થશે

એક જમાનામાં એટલે કે લાંબા સમયથી દક્ષિણ ભારત ચંદન કાષ્ટ તથા ચંદનથી બનતા અતર માટે વિશ્ર્વભરમાં વિખ્યાત રહયું છે. પરંતુ હવે એમને સૌથી મોટો પડકાર સૌરાષ્ટ્રના ખેડૂતો આપી રહયા હોય તેવું લાગે છે.

Visit Saurashtra Kranti Homepage here

ટૂંક સમયમાં સૌરાષ્ટ્રનું ચંદન ભારત સહિત વિશ્ર્વભરને મધમધતું કરી મુકશે તેવી સૌરાષ્ટ્રના મહેનતુ ખેડૂતો આશા રાખી રહયા છે. અત્યારે ચંદન કાષ્ટનાં ઉત્પાદનમાં દક્ષિણ ભારત અવ્વલ ક્રમે છે

પણ સૌરાષ્ટ્રના ચંદનની સુવાસ અને મહેક ટુંક સમયમાં બધાને તરબતર કરી મુકે એવી આશા રાખવામાં આવી રહી છે.સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ખેડૂતોએ ચંદન વૃક્ષોના ઉછેરનાં સફળતમ પ્રયોગો શરૂ કરી દીધા છે.

જો કે એમને તે દિશામાં સફળતા માટે અને તીજોરી છલકાવવા માટે એકાદ દાયકાની રાહ જોવી પડશે પણ મહેનતુ ખેડૂતો એ દિશામાં લગનથી કાર્યરત બની ગયા છે. નર્સરીના સુત્રો જણાવે છે

કે, સૌરાષ્ટ્રના બે હજારથી વધુ ખેડૂતોએ ચંદન વૃક્ષનું વાવેતર અને ઉછેરની કામગીરી શરૂ કરી દીધી છે. ચંદનના વૃક્ષનું વાવેતર કરવા માટે કોઇ મંજુરી લેવી પડતી નથી.

અલબત ચંદન વૃક્ષ તૈયાર થઇ જાય એ પછી કોઇપણ પ્રક્રિયા માટે વન વિભાગની મંજુરી લેવી પડે છે. જંગલ ખાતાની જમીન ન હોય અને ખાનગી જમીન પર ચંદનના વૃક્ષો ઉછેરવામાં આવતા હોય તો તેના માટે આશાનીથી વન ખાતાની મંજુરી મળી જાય છે.

જાણકારો કહે છે તેમ ચંદનના રોપા એ પરોપજીવી પ્લાન્ટ ગણાય છે. અન્ય વૃક્ષોમાંથી પોષણ મેળવીને ચંદનનું વૃક્ષ વિકાસ પામતું હોય છે. એટલે ખેડૂતો ચંદનના બે વૃક્ષોનું વાવેતર કરે ત્યારે બે વૃક્ષની વચ્ચે અન્ય વૃક્ષોનું પણ આરોપણ કરે છે.

પૂર્ણ વિકસીત ચંદન વૃક્ષની ઉચ્ચાઇ 16 મીટર અને પહોળાઇ 150 સેમી હોય છે. ક્ષાર વાળા વાતાવરણમાં પણ ચંદનનું વૃક્ષ ઝડપણી વિકાસ પામે છે અને આરોપણના પહેલા બે વર્ષ જ ચંદનના રોપા અને છોડને વધુ પાણી પાવું પડે છે.

ચંદનના કાષ્ટની ખુબ ઉંચી કિંમત મળતી હોય છે. સુકા અને લીલા લાકડા બન્ને પ્રકારના બહુ કિંમતી હોય છે. તેના તેલમાંથી અતર, ફોસ્મેટીક પફમ્યુમ, સુગંધી સાબુ પણ તૈયાર થાય છે. જેનો વિશ્ર્વમાં બહુ મોટો ઉદ્યોગ વિકાસ પામેલો છે.

હાલારનાં ધુતારપુર ગામનાં નર્સરી સંચાલક મઘુ ચાંગાણીએ જણાવ્યું હતું કે, હું કર્ણાટક અને તામીલનાડુથી ચંદન વૃક્ષના રોપા લઇ આવું છું અને અહીં નર્સરીના ગ્રીન હાઉસમાં ચંદનના બી વાવી દેવાથી તેના રોપા ફુટી નીકળે છે.

તેની કલમ તૈયાર થઇ જાય એટલે બાજુનાં ખેતરમાં તેનું વાવેતર કરી દેવામાં આવે છે. ચંદનના વૃક્ષને સંપુર્ણ વિકસીત થવામાં 30 વર્ષ લાગે છે. પણ પધ્ધતીસર અને આયોજન બધ્ધ રીતે તેનો ઉછેર કરવામાં આવે તો 15 વર્ષમાં પણ ચંદનનું વૃક્ષ યુવાન બની જાય છે.

તેવું ચાંગાણીએ જણાવ્યું હતું. ભારતીય સંસ્કૃતિમાં પણ ચંદનનું સમાજ જીવનમાં સદીઓથી ખુબ જ મહત્વ રહયું છે. ચંદનના વૃક્ષમાંથી મેળવવામાં આવતા તેલમાંથી શ્રૃંગારના સાઘનો, દવાઓ અને અતર બને છે.

કર્ણાટકમાં ચંદન કાષ્ટના વેંચાણ માટે ખાસ માર્કેટ યાર્ડ ઉભા કરવામાં આવ્યા છે. 1 કિલો ચંદનના લાકડાની કિંમત રૂ.5 થી 7 હજારની વચ્ચે રહે છે. ચંદનના ઓઇલની કિંમત તો તેનાથી પણ અનેક ગણી વધુ એટલે કે 1 કિલોના રૂ.1.50 લાખ હોય છે.

ધોરાજી તાલુકાના ખેડૂત ગૌરધન લક્કડે જણાવ્યું હતું કે, ચંદન વૃક્ષનો ઉછેર ખુબ જ મોંઘો હોય છે, મહેનત પણ બહુ લાગે છે. એક વાર તેના વાવેતર બાદ તેના ઉછેર માટે દર વર્ષે રૂ.5 થી 10 હજારનો ખર્ચ થાય છે.

પાટણવાવ ગામનાં સુરેશ મોરડીયાએ તો છેલ્લા પાંચ વર્ષમાં આવા 600 વૃક્ષ તૈયાર કર્યા છે અને ઉછેર કર્યો છે. શરૂઆતમાં પાણીની ખુબ જરૂરત પડતી હોવાથી જે ખેડૂતો પાસે પુષ્કળ પાણી અથવા સિંચાઇની વ્યવસ્થા હોય એમને જ આ વ્યવસાયમાં જવું જોઇએ.

માત્ર ચોમાસા પર આધાર રાખી શકાય નહીં. બાગાયતી ખેડૂતો પણ એમની બંજર જમીન પર ચંદનના વૃક્ષોનું વાવેતર કરી શકે છે.

Read About Weather here

રાજકોટના નાયબ વન સંરક્ષક રવિ પ્રસાદ રાધાકૃષ્ણે જણાવ્યું હતું કે, ચંદન વૃક્ષ ખાસ માવજત માંગી લેતું વૃક્ષ છે. પર્યાવરણના ફેરફારોની તેના પર જલ્દી અસર થતી હોય છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here