સૌરાષ્ટ્રનાં પોરબંદર- બોટાદ જિલ્લાઓ નલ સે જલ યોજનામાં 100 ટકા સફળ

કેન્દ્રના વિકાસલક્ષી બજેટથી ગુજરાતને મહતમ ફાયદો: મુખ્યમંત્રી
કેન્દ્રના વિકાસલક્ષી બજેટથી ગુજરાતને મહતમ ફાયદો: મુખ્યમંત્રી

ગુજરાતમાં હવે પાણી સમસ્યાનું કારણ નહીં બને, મુખ્યમંત્રી: છેવાડાનાં ઘર સુધી પીવાનું શુધ્ધ પાણી અને કૃષિ માટે જળની વ્યવસ્થા

100 ટકા નલ સે જલ યોજનાથી આવરી લેવાયેલા જિલ્લાઓમાં સૌરાષ્ટ્રના વધુ બે જિલ્લા બોટાદ અને પોરબંદર પણ સામેલ થઇ ગયા છે. વડોદરા, આણંદ, ગાંધીનગર, મહેસાણા જિલ્લાઓમાં પણ નલ સે જલની 100 ટકા કામગીરી પરીપૂર્ણ થઇ ગઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

સુગ્રથિત આયોજન થકી આજે છેવાડાનાં ઘર સુધી લોકોને પીવાનું શુધ્ધ પાણી મળી રહ્યું છે અને વિવિધ સિંચાઈ યોજનાઓ મારફત ખેડૂતોને કૃષિ માટે પણ પાણી મળી રહ્યું છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે છેવાડાનાં માનવીને પણ શહેર જેવી વ્યવસ્થા મળે એ માટે સરકાર પ્રયત્નશીલ છે. રાજ્યમાં પાણી હવે સમસ્યાનું કારણ નહીં બને પણ વિકાસનું માધ્યમ બનશે.

તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યનાં તમામ ઘરોમાં નળ મારફત પીવાનું શુધ્ધ પાણી પહોંચાડવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં સંકલ્પને ગુજરાત 2022 સુધીમાં પરીપૂર્ણ કરી લેશે. 100 ટકા નલ સે જલ યોજનામાં 6 જિલ્લાઓમાં સંપૂર્ણ સફળતા મળી છે.

ભુપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે અગાઉનાં સમયમાં પાણી સરળતાથી મળે તેવા વિસ્તારોમાં જ માનવ વસાહતો સ્થપાતી હતી એટલે જ નદીઓનાં કિનારે સંસ્કૃતિ વિકસી હતી. આપણે જાણીએ છીએ કે ગુજરાતે લાંબા સમય સુધી પાણીની તંગી ભોગવી છે.

મહિલાઓને ખૂબ પરેશાની વેઠવી પડી છે. પરંતુ હવે લાંબાગાળાનાં આયોજનને કારણે ઘરે-ઘરે શુધ્ધ પાણી પહોંચી રહ્યું છે. કુદરતી સંસાધનો જેવા કે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની હિમાયત સાથે મુખ્યમંત્રીએ સલાહ આપી હતી

Read About Weather here

કે પાણીનું મુલ્ય સમજી તેના એક-એક ટીપાનો સદ્દઉપયોગ કરવો જોઈએ. પાણીને પ્રભુનાં પ્રસાદની જેમ વાપરવું જોઈએ. અત્યારે નળમાંથી લીક થવાને કારણે વર્ષે 36 હજાર લીટર પાણીનો વ્યય થાય છે. આવો બગાડ અટકવો જોઈએ.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here