સૌરાષ્ટ્રનાં પાટીદાર સમાજના મોટાગજાના આગેવાન ભાજપમાં જોડાશે?

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

પક્ષ અને સમાજમાં જોરશોરથી ચર્ચા, ચોક્કસ શરતોને આધારે નેતા કમળનો હાથ પકડે તેવા અનુમાનો અને અટકળોની આંધી

સૌરાષ્ટ્રનું રાજકારણ એ ભાજપનું હોય કે કોંગ્રેસનું રસપ્રદ તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીઓ હવે નજીક આવી ગઈ છે ત્યારે એવી ચર્ચા, અટકળો અને અનુમાનોએ એકાએક જોર પકડ્યું છે

Visit Saurashtra Kranti Homepage here

કે સૌરાષ્ટ્રનાં પાટીદાર સમાજનાં મોટાગજાનાં આગેવાન વફાદારીનો ખેસ બદલવાની તૈયારીઓમાં પડી ગયા છે અને આગામી દિવસોમાં ભાજપ સાથે જોડાય જાય તેવી સંભાવના છે.

જો આવું થાય તો એક પરંપરાગત સ્થાપિત વોટ બેંકમાં જબરો ફેરફાર થઇ શકે છે અને અવનવા રાજકીય સમીકરણો રચાઈ શકે છે.પાટીદાર સમાજનાં આગેવાન એમના સમાજમાં ખૂબ જ માન સન્માન અને પ્રતિષ્ઠા ધરાવે છે.

સફળ ઉદ્યોગપતિ તરીકે પણ તેઓ દેશ અને વિદેશમાં સારી અને નિષ્ઠાશીલ બિઝનેસ મેન તરીકેની છાપ ધરાવે છે. સમાજનાં હિત માટે હંમેશા સક્રિય રહ્યા છે અને પોતાના વ્યસ્ત બિઝનેસ શીડ્યુલમાંથી સમાજ માટે નોંધપાત્ર સમય ફાળવતા રહ્યા છે.

જેના કારણે આ આગેવાન જો રાજકીય મેદાનમાં ઝંપલાવે તો ચોક્કસપણે સફળતા મેળવી શકે એવું રાજકીય સુત્રો માને છે. તેઓ છેલ્લા ઘણા સમયથી પોતાના સમાજની રાજકીય સ્થિતિની સમીક્ષા કરતા રહ્યા છે.

સમાજનાં એક સૌથી મોટા આ પાટીદાર આગેવાન સમાજનાં આર્થિક, સામાજીક પ્રશ્ર્નોની સાથે-સાથે સમાજનાં રાજકીય કદને અકબંધ રાખવાની દિશામાં પણ સતત જહેમત ઉઠાવતા દેખાય છે.

આવા વગશીલ, કાર્યશીલ અને સર્વવ્યાપી લોકપ્રિયતા ધરાવતા અગ્રણીને ભાજપ ઉમળકાભેર અને દોડીને આવકારે એમાં શંકાને સ્થાન નથી. પાટીદાર આગેવાન અને ભાજપનાં પ્રમુખ વચ્ચે પણ મહત્વની બેઠક યોજાનાર છે.

Read About Weather here

એ બેઠકમાં કશુક નવું રંધાઈ જાય તેવી શક્યતા નકારી શકાતી નથી. આગામી દિવસોમાં સૌરાષ્ટ્રનાં રાજકારણને નવો વણાંક આપતી ઘટના બને તેવું રાજકીય પંડિતો મક્કમતાથી માની રહ્યા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here