સૌથી લાંબી જીભ ધરાવતો વ્યકિત…!

સૌથી લાંબી જીભ ધરાવતો વ્યકિત…!
સૌથી લાંબી જીભ ધરાવતો વ્યકિત…!
તમિલનાડુના તિરુથલંગલમાં રહેતા ૨૧ વર્ષીય કે. પ્રવીણની જીભ સામાન્ય લોકો કરતા ઘણી લાંબી છે. તમે વધુ બોલતી વ્યકિત માટે આ વાકય સાંભળ્યું જ હશે – તેની જીભ કેટલી લાંબી ચાલે છે! જોકે જૈવિક રીતે કોઈની જીભ બહુ લાંબી હોતી નથી.  ૧૦.૮ સેમી લાંબી જીભવાળા  પ્રવીણનું નામ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે.એડિનબર્ગ યુનિવર્સિટી અનુસાર, માણસની જીભ સરેરાશ ૮.૫ સેન્ટિમીટર લાંબી હોઈ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

પ્રવીણની જીભ આ સરેરાશ કરતા ૨.૫ સેમી લાંબી છે. ભારતમાં, તે પહેલાથી જ સૌથી લાંબી જીભ ધરાવનાર વ્યકિત બની ગયો છે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેની પાસે સમગ્ર વિશ્વમાં સૌથી લાંબી જીભ પણ હશે.રોબોટિકસનો અભ્યાસ કરનાર કે. પ્રવીણ પોતાની લાંબી જીભના કારણે હંમેશા લોકોમાં ચર્ચાનું કેન્દ્ર રહેતો હતો. તે તેના મિત્રો અને પરિવારની સામે તેની લાંબી જીભ વડે કરતબ કરતો હતો.

કયારેક તે નાકને સ્પર્શ કરીને બતાવતો તો કયારેક કોણીને સ્પર્શ કરતો.તેની જીભની લંબાઇ એટલી બધી છે કે તે તેની પોપચા સુધી પણ પહોંચવાનો પ્રયત્ન કરે છે. અત્યાર સુધી પૈસાની તંગીને કારણે પ્રવીણ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ માટે અરજી કરી શકયો નથી પરંતુ તેનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયેલું છે. તેઓ સત્ત્।ાવાર રીતે ભારતમાં સૌથી લાંબી જીભ ધરાવનાર વ્યકિત બની ગયા છે.પ્રવીણે પોતાની લાંબી જીભ માટે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ પોતાનું નામ નોંધાવ્યું છે.

Read About Weather here

તેણે એક મિનિટમાં ૨૧૯ વખત તેની જીભ વડે નાકને સ્પર્શ કર્યો. એટલું જ નહીં, તેણે વિવાદાસ્પદ યોગ મુદ્રા ખેકરી મુદ્રાની તાલીમ પણ લીધી છે. આમાં, વ્યકિત તેની જીભને અંદર લઈ જાય છે અને તેને નાકના શ્વસન માર્ગમાં લાવે છે. અત્યાર સુધી આ રેકોર્ડ કેલિફોર્નિયાના નિક સ્ટોબર્લના નામે છે, જેની જીભ ૧૦.૧ સેમી લાંબી છે, જયારે પ્રવીણની જીભની લંબાઈ આના કરતા ૮ સેમી લાંબી છે. તેઓ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે ફંડ એકત્ર કરી રહ્યા છે. જોનારને માણસના મોંમાં જીભ પણ દેખાતી નથી. હાલ તેનું લક્ષ્ય વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવવાનું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here