સોરઠની મધમીઠી કેરીનો સ્વાદ માણશે અમેરિકા

સોરઠની મધમીઠી કેરીનો સ્વાદ માણશે અમેરિકા
સોરઠની મધમીઠી કેરીનો સ્વાદ માણશે અમેરિકા

કેરી અને દાડમની નિકાસ માટે બંને દેશો વચ્ચે કરાર: બદલામાં ભારત અમેરિકી ચેરી સહિતનાં ફ્રુટ અને પોર્કની આયાત કરશે

અમેરિકામાં લાંબા સમયથી ચાલી રહેલા મંથન, ચકાસણી અને ચર્ચાબાજી બાદ અંતે અમેરિકા એ ભારતીય કેરીને પ્રવેશ માટે તૈયારી બતાવી દીધી છે. કેસર કેરી સહિતની વિવિધ રસપ્રચુર બ્રાન્ડ હવે અમેરિકી બજારોની શોભા બનશે.

Visit Saurashtra Kranti Homepage here

બદલામાં ભારત અમેરિકી ચેરી, આલ્ફાઆલ્ફા હે નામનું ફ્રુટ અને પોર્કની આયાત કરશે. આ રીતે બે વર્ષનાં પ્રતિબંધ બાદ અમેરિકનો ભારતની ફળોની રાણી કેરીનો આ સ્વાદ માણશે. અમેરિકા એ પ્રતિબંધ ઉઠાવી લીધો છે.

કેન્દ્રનાં વેપારી અને વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલ તથા અમેરિકાનાં વેપાર મંત્રી કેથેરીન તાઈ વચ્ચેની બેઠકમાં ખાસ કરાર થયો હતો. આ રીતે કેરી અને દાડમની નિકાસ આ મહિનાથી શરૂ થઇ જશે.

Read About Weather here

જયારે અમેરિકાથી ચેરી અને આલ્ફાઆલ્ફા એપ્રિલથી આવવા લાગશે. સાથે-સાથે પ્રાણી સંવર્ધન વિભાગે અમેરિકાથી આવનારા પોર્કને બજારમાં મુકવાની તૈયારીઓ કરી લીધી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here