સોમવારે મનપા સંચાલિત અંગ્રેજી માધ્યમની શાળામાં પ્રવેશ માટે ડ્રો

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ હસ્તક ત્રણ અંગ્રેજી માધ્યમની શાળાઓ કાર્યરત છે. તેમાં SNK ગ્રુપના J.K.P.FOUNDATION ના સહયોગથી મધ્યમ ગરીબ વર્ગના બાળકોને ઉમદા, શ્રેષ્ઠ કવોલીટી યુકત શિક્ષણ મળી રહયું છે.

Visit Saurashtra Kranti Homepage here

આ શાળામાં કોઈપણ પ્રકારની ફી લેવામાં નથી આવતી. તેમજ પાઠયપુસ્તકો, શિષ્યવૃત્તિ પણ છાત્રોને અપાય છે.ત્રણ શાળાઓ કવિશ્રી નર્મદ અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા, શ્રી રવિન્દ્રનાથ ટાગોર અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા તથા ડો. હોમી જહાંગીર ભાભા અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા તેમાં પ્રવેશ માટે જે બાળકોના માતા-પિતા મારફત ફોર્મ જમા કરવામાં આવેલ છે.

Read About Weather here

તે તમામ છાત્રોને પારદર્શક ડ્રો પધ્ધતીથી પ્રવેશ આપવા માટે તા.20/6ને સોમવારના રોજ સવારે 9 કલાકે પ્રમુખ સ્વામી મહારાજ ઓડિટોરીયમન હોલ ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેમાં બાળકોના માતા-પિતા અવશ્ય હાજર રહે તેમ શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડિત, વા. ચેરમેન સંગીતાબેન છાયાની સંયુકત યાદીમાં જણાવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here