સોમનાથમાં સરદારનું સપનુ સાકાર કરશે મોદી, અનેક પ્રોજેકટનું કાલે લોન્ચીંગ

સોમનાથમાં સરદારનું સપનુ સાકાર કરશે મોદી, અનેક પ્રોજેકટનું કાલે લોન્ચીંગ
સોમનાથમાં સરદારનું સપનુ સાકાર કરશે મોદી, અનેક પ્રોજેકટનું કાલે લોન્ચીંગ

આવતીકાલે વીડિયો કોન્ફરન્સથી ખાતમુહૂર્ત કરશે વડાપ્રધાન: સોમનાથમાં ખાસ પ્રદર્શન કેન્દ્ર પુરાણા સોમનાથ મંદિરનું પુન:રચના સહિતના પ્રોજેકટ: શ્રી પાર્વતી મંદિરનું શિલાન્યાસ પણ મોદીના હસ્તે થશે, આવતીકાલે કાર્યક્રમોનો ધમધમાટ

આખરે સોમનાથ તીર્થ ધામ અંગે ભારતના લોખંડી પુરૂષ સરદાર પટેલે જોયેલા સપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાકાર કરી રહયા છે. આવતીકાલે સોમનાથ મંદિરના કાયાકલ્પ સમાન વિવિધ પ્રોજેકટ અને નવા નિર્માણ પામેલા શ્રી પાર્વતી મંદિરનાં શિલાન્યાસ સહિતના કાર્યક્રમોનું વડાપ્રધાન લોન્ચીંગ કરશે.

Visit Saurashtra Kranti Homepage here

કાલે તા.20 ઓગસ્ટને શુક્રવારનો દિવસ સમગ્ર ગુજરાત માટે યાદગાર બની રહેશે. જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સથી સોમનાથ તીર્થ ધામના અનેક પ્રોજેકટનું ખાત મુહૂર્ત કરશે અને ઉદધાટન કરશે. તેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન પણ છે.

વડાપ્રધાન દ્વારા સોમનાથની જે જે પરીયોજનાઓનો શિલાન્યાસ થઇ રહયો છે. તેમાં વિશાળ સોમનાથ વિહરા સ્થળ (પ્રોમીનેડ), સોમનાથ પ્રદર્શન કેન્દ્ર, પાર્વતી મંદિર અને જૂના સોમનાથના પૂન: નિર્મીત મંદિર પરીષરની યોજનાઓનો સમાવેશ થાય છે.

કુલ રૂ.282 કરોડનો માસ્ટર પ્લાન આ રીતે સોમનાથની કાયા પલટ કરશે આ રીતે વડાપ્રધાન મોદીએ સરદાર પટેલના સપનાઓને ઉંચી ઉડાન પુરી પાડી છે. સોમનાથ વિહાર વિસ્તાર રૂ.47 કરોડના બનાવવામાં આવશે.

એ જ પ્રકારે પ્રવાસી કેન્દ્ર અને પ્રદર્શન કેન્દ્ર નિર્માણ પામશે. જેમાં પ્રાચીન સોમનાથ મંદિરના અવસેસો અને પ્રતિમાઓ સહિતની કલાકૃતિઓ પ્રદર્શનમાં મુકવામાં આવશે. ઐતિહાસીક નગર નિર્માણ રચનાની ઝાંખી કરવામાં આવશે.

રૂ.3.50 લાખના ખર્ચે જૂના ગર્ભ ગૃહનું પુન: નિર્માણ કરવામાં આવી રહયું છે.આ જૂના મંદિરને અહિલ્યાબાઇ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇન્દોરની મહારાણી અહિલ્યાબાઇએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.

જૂના મંદિરનું આક્રમણમાં નાશ થયા બાદ આ મંદિરનું નવું નિર્માણ ઇન્દોરની મહારાણીએ કરાવ્યું હતું. હવે તેનું પુન: નિર્માણ કરવામાં આવી રહયું છે. સાથે સાથે રૂ.30 કરોડના ખર્ચે પાર્વતી મંદિરનું પણ નિર્માણ કરવામાં આવશે.

Read About Weather here

જેની બાંધકામ શૈલી સોમપુરા સલાટ કક્ષાની રહેશે. અહીં ગર્ભ ગૃહ અને નૃત્ય મંડપ પણ બાંધવામાં આવશે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here