સોપારીકાંડમાં સંડોવાયેલ કોન્સ્ટેબલને ફરી રેતીનું રણ ભીંજવશે??

સોપારીકાંડમાં સંડોવાયેલ કોન્સ્ટેબલને ફરી રેતીનું રણ ભીંજવશે??
સોપારીકાંડમાં સંડોવાયેલ કોન્સ્ટેબલને ફરી રેતીનું રણ ભીંજવશે??

શાખામાં ફરજ બજાવતા હોવા છતાં પણ રેતીના કાંડ કરવામાં માહીર કોણ??: ચારેકોર ચર્ચા
રેતીમાંથી આવક મેળવવા અનેક ખેલ ખેલાઇ ગયા છતાં ઉચ્ચ અધિકારીઓને તેની ગંધ પણ ન આવી!?

શહેરમાં કથિત તોડકાંડ બાદ રેતીકાંડના રાજાની ચર્ચાએ જોર પક્ડ્યું છે. સૌ કોઇ જાણવા મથામણ કરી રહ્યા છે કે આ રેતી કાંડનો રાજા છે કોણ? પણ રેતીકાંડનો રાજા છે તે કોઇ એક ખાસ સ્ટેશનમાં ફરજ બજાવતો નથી પરંતુ એક શાખામાં કામ કરીને રેતીના ખટારોને કંટ્રોલ કરતો હોવાની વાત લોકોમાં વહેતી થઇ છે. રેતીકાંડના રાજા પહેલા સોપારીકાંડ પણ કરતા હતા અને તેમાં માહીર થયા બાદ તેને રેતીકાંડમાં હાથ અજમાવ્યો છે. પણ હવે તેની આ કળાનું પ્રદશન કેટલો સમય રહેશે તે જોવાનું રહ્યું. કારણકે તેના મોટા સાહેબો પણ તેના કાંડ વિશે અજાણ છે. તેને પણ આ મામલે કંઇ ખબર નથી અને જો ખબર પડશે તો તે પણ વિચારોમાં ખોવાઇ જશે.

Visit Saurashtra Kranti Homepage here

કારણ કે, શાખામાં બેઠા બેઠા રેતીના ટ્રકો કેવી રીતે કંટ્રોલ કરી શકાય?? કોનો સહયોગ મળતો હશે? કાંડમાં કોણ કોણ સામેલ હશે તે સહિતના પ્રશ્ર્નોેએ લોકોના મનમાં મારો સર્જી દીધો છે. આગામી દિવસોમાં જો રેતીકાંડના પુરાવા સામે આવે અથવા તો કોઇ મૌન તોડે તો સાહેબો દ્વારા શું પગલા લેવામાં આવશે કે છાવરવાનો પ્રયાસ કરવામાં આવશે તે લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. આવા કાંડ થવા પાછળનું કારણ શું અથવા તો કોનું પિઠબળ મળતું હશે તે પણ તપાસનો વિષય ગણી શકાય. શહેરમાં કથિત તોડકાંડમાં દિવસે દિવસે નવા નવા નામો ચર્ચાઇ રહ્યા છે. વધુ એક કાંડ બહાર આવવાની શક્યતાઓ છે.

Read About Weather here

શહેરમાં કથિત તોડકાંડના આક્ષેપો બાદ વધુ એક રેતીકાંડની વાત અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.રેતીકાંડની ચર્ચાઓ થતા તેની સાજે જોડાયેલ તમામની નિંદર હરામ થઇ ગઇ છે કારણ કે આગામી દિવસોમાં જો નામ બહાર આવશે તો ન થવાનું થશે?! પોતાના કામનો ઢાંકી પિછોડો કરવાનો પણ શરૂ કરી દીધાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. રેતીકાંડનો રાજા પોતાનો રાજપાટ સંકેલવા લાગ્યાનું પણ ચર્ચાઇ રહ્યું છે. કેમ કે જો મોટા સાહેબોને રેતીકાંડની ખબર પડશે તો કોન્સ્ટેબલને ન જોવાનું જોવું પડશે કારણકે પોતે કરેલ કામો જરા પણ વ્યાજબી જણાતા નથી અને કોઇને ખબર વિના પોતાના મિશનો પાર પાડીને તીજોરી છલકાવતા હોવાની વાતે વેગ પક્ડ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here