સોની વેપારીનું રૂ.44.46 લાખનું સોનુ લઇ એક કારીગર ફરાર

સોની વેપારીનું રૂ.44.46 લાખનું સોનુ લઇ એક કારીગર ફરાર
સોની વેપારીનું રૂ.44.46 લાખનું સોનુ લઇ એક કારીગર ફરાર
જેથી તેમણે આ બાબતે એ.ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પ્રાપ્ત વિગત મુજબ, કરણપરા બસ સ્ટેન્ડ પાસે રહેતા અલીપકુમાર નોબાકુમાર દેઈ (ઉ.વ 45) નામના બંગાળી વેપારીએ એ.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હાલ રાજકોટમાં કેવડાવાડી શેરી નંબર 20 માં ભાડે મકાનમાં રહેતા મૂળ પશ્ચિમ બંગાળના મેદનીપુરી જિલ્લાના વતની બીજોય ગોપાલભાઈ માઈતીનું નામ આપ્યું છે. રાજકોટમાં વધુ એક બંગાળી કારીગર વેપારીનું સોનુ લઇ ફરાર થઈ ગયા અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. મૂળ પશ્ચિમ બંગાળના વતની અને હાલ રાજકોટમાં કરણપરા વિસ્તારમાં રહેતા અને કેનાલ રોડ પર પેઢી ધરાવનાર વેપારીએ બંગાળી કારીગરને રૂપિયા 44.46 લાખનું સોનું દાગીના બનાવવા માટે આપ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

નિયત સમયે દાગીના પરત ન આપતા વેપારીએ ફોન કરતા કારીગરનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો હોય તેના ઘરે જઈ તપાસ કરતા તે રફુચક્કર થઇ ગયાનું માલુમ પડ્યું હતું. વેપારીઓ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓને હાથીખાના વિસ્તારમાં તથા કેનાલ રોડ પર શિવગંગા આભૂષણ નામે પેઢી આવેલી છે અને અહીં તેઓ સોની કામ કરે છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ત્રણેક માસ પૂર્વે તેમને ત્યાં કામ કરી ગયેલ બંગાળી કારીગર બીજોય માઈતી આવ્યો હતો અને કહ્યું હતું કે મારી પાસે હાલ કોઈ કામ ધંધો નથી મારે કામ કરવું છે. વેપારીને પણ કારીગરની જરૂર હોય જેથી તેમણે બંગાળી પર વિશ્વાસ રાખી તેને ફાઈન સોનૂ દાગીના બનાવવા માટે આપ્યું હતું. આ દાગીના કારીગરે તારીખ 15/5 ના પરત આપવાની વાત કરી હતી પરંતુ તે દિવસે રવિવાર હોય જેથી વેપારીઓ ફોન કર્યો ન હતો.

Read About Weather here

વેપારીએ તારીખ 16/5 ના દિવસે ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો હતો જેથી તેના ઘરે જઈને તપાસ કરતા તે અહીં હાજર ન હોય મકાનમાલિકને પૂછતાં તેણે જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રે જ તે મકાન ખાલી કરી જતો રહ્યો છે. આમ કુલ 465.160 ગ્રામ સોનુ કિંમત રૂપિયા 44,46,741 લઈ બંગાળી કારીગર ફરાર થઈ ગઈ હોય આ બાબતે વેપારીની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે આઈપીસીની કલમ 406, 420 મુજબ ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.જેથી વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું માલુમ પડ્યું હતું.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વેપારીએ છેતરપિંડી અંગે ફરિયાદમાં જણાવ્યું છે કે, તેણે બંગાળી કારીગર બીજોયને તારીખ 2/4 ના 319 ગ્રામ તારીખ 8/4 ના 48 ગ્રામ, તારીખ 13/4 ના 12 ગ્રામ તારીખ 21/4 ના 8 ગ્રામ, તારીખ 23/4 ના 6 ગ્રામ, તારીખ 27/4 ના 181 ગ્રામ અને તારીખ 3/5ના 23 ગ્રામ ફાઈન સોનૂ દાગીના બનાવવા માટે આપ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here