સોની વેપારીઓ માટે હોલમાર્ક બાદ યુનિક આઈ.ડી પણ ફરજીયાત

સોની વેપારીઓ માટે હોલમાર્ક બાદ યુનિક આઈ.ડી પણ ફરજીયાત
સોની વેપારીઓ માટે હોલમાર્ક બાદ યુનિક આઈ.ડી પણ ફરજીયાત

સરકાર દ્વારા સોની વેપારીઓ માટે હોલમાર્ક ફરજીયાત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે યુનિક આઈ.ડી પણ ફરજીયાત કરવામાં આવતા સોની વેપારીઓમાં છેલ્લા ઘણા સમયથી રોષ જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા પોરબંદરનાં સોની વેપારીઓએ આ મામલે બંધ પાડી વિરોધ નોંધાવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે હવે સૌરાષ્ટ્ર-કચ્છના જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનનાં સભ્યોએ ૨૩ ઓગસ્ટના રોજ બંધનું એલાન આપ્યું છે. જેમાં રાજકોટ જ્વેલરી એસો.નાં સભ્યો પણ જોડાશે. વેપારીનાં જણાવ્યા અનુસાર આ નિયમ સામે વાંધો નથી, પરંતુ તેની જે જટિલ પ્રક્રિયાથી મુશ્કેલી છે.

બજારની પરિસ્થિતિને ધ્યાને રાખીને નિયમોમાં છૂટછાટ આપવી જોઈએ. નવા નિયમને લઈને સરકારને પણ રજૂઆત કરતા જણાવ્યું છે કે, જુના સ્ટોકના દાગીનાને ફરજીયાત હોલમાર્કની જોગવાઈ લાગુ પડવી જોઈએ નહીં. બી.આઈ.એસ.એ મંજુર કરેલ સેન્ટર જ હોલમાર્ક કરી શકે છે.

જેથી આવા દાગીના ભવિષ્યમાં ગ્રાહકો દ્વારા રી-ચેકિંગમાં જાય તો જવાબદારી ફક્ત હોલમાર્ક કરી આપનારની જ હોવી જોઈએ. ત્યારબાદ હવે યુનિક આઈ.ડી નંબર ફરજીયાત કરી દેવામાં આવતા સોની વેપારીઓમાં રોષની જ્વાળા ઉઠી છે.

અગાઉ અનેક જગ્યાએ વિરોધ કરવામાં આવ્યા હતા ત્યારે ગત તા.૬-૮-૨૦૨૧ નાં રોજ સૌરાષ્ટ્ર ક્રાંતીએ સોની બજારનાં શટર ગમે તે ઘડીએ શટડાઉન શીર્ષક હેઠળ અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો. આજે સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ રાજકોટ સોની વેપારીઓએ અગામી સોમવારે બંધ પાડશે અને સૌરાષ્ટ્ર ક્રાંતીનો આ અહેવાલ સાચો પડ્યો છે.

Read About Weather here

હોલમાર્ક અને યુનિક આઈ.ડી ની પ્રોસેસ ખૂબ જ લાંબી અને મુશ્કેલ છે. જેથી આ નિર્ણય યોગ્ય ગણી શકાય નહીં. તેમજ આગામી સમયમાં જો સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલનના મંડાણ કરાય તેવી શક્યતાઓ છે.(૪.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here