સોની બજારમાં મહિલા ગેંગની હાથ કી સફાઇ: 400 ગ્રામ ચાંદીનાં દાગીના લઈને છૂ મંતર

સોની બજારમાં મહિલા ગેંગની હાથ કી સફાઇ: 400 ગ્રામ ચાંદીનાં દાગીના લઈને છૂ મંતર
સોની બજારમાં મહિલા ગેંગની હાથ કી સફાઇ: 400 ગ્રામ ચાંદીનાં દાગીના લઈને છૂ મંતર

સીસીટીવી કેમેરામાં ઘટના કેસ થઇ જતા સોની વેપારીએ પોલીસમાં કરી ફરિયાદ: ફૂટેજનાં આધારે મહિલાઓની પોલીસે કરી શોધખોળ

સોની બજારમાં મેઈન રોડ પર જૈન દેરાસર પાસે આવેલા સોના-ચાંદીનાં શો-રૂમમાં અજાણી મહિલા ખરીદી કરવાના બહાને શો-રૂમમાં આવી વેપારીની નજર ચૂકવી. 400ગ્રામ ચાંદીનાં દાગીનાં ભરેલો ડબ્બો શેરવી ફરાર થઇ જતા શહેરનાં એ.ડીવીઝન પોલીસમાં સોની વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજનાં આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ દીવાનપરામાં રહેતા અને સોની બજાર મેઈન રોડ પર જૈન દેરાસર પાસે આવેલા શક્તિ જવેલર્સ નામનો શો-રૂમ ધરાવતા અનિલભાઈ રાજેશભાઈ મુંધવા નામના સોની વેપારીએ એ.ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે બપોરનાં સમયે પોતે ઘરે જમવા ગયા હતા ત્યારે સોની બજારમાં આવેલાં શો-રૂમનાં તેના પાર્ટનર નવીનભાઈ ચમનભાઈ ભંડી બેઠા હતા.

તે દરમ્યાન બપોરનાં સમયે અજાણી ચાર મહિલાઓનાં ચાંદીનાં દાગીના ખરીદી કરવા આવી હતી. મહિલાઓ ચાંદીની અલગ-અલગ આઈટમો ચેક કરવાના બહાને વેપારીને દાગીના બતાવવામાં વ્યસ્ત રાખી એક મહિલાએ વેપારીની નજર ચૂકવી દાગીના ભરેલો કબાટ ખુલ્લો હોય તેમાંથી 400 ગ્રામનાં ચાંદીનાં દાગીના ભરેલો એક ડબ્બો  ચોરી કરી મહિલાએ નાસી ગઈ હતી.

Read About Weather here

બનાવબાદ વેપારીએ સાંજનાં સમયે સ્ટોકની ગણતરી કરતા તેઓને માલુમ પડ્યું હતું કે દાગીનાની ચોરી થઇ છે. બાદમાં શો-રૂમમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા મહિલા ચોરી કરતી નજરે પડી હતી. બનાવનાં પગલે સોની વેપારી અનિલભાઈ મુંધવાએ એ.ડીવીઝન પોલીસમાં જે.એમ.ભટ્ટ સહિતનાંસ્ટાફે સીસીટીવી ફૂટેજનાં આધારે મહિલાઓની શોધખોળ આદરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here