સોની બજારના વેપારીની તિજોરીમાંથી લાખોના ઘરેણાંની ચોરી!!

ચોરી થયેલું 8 કરોડનું સોનું 22 વર્ષે પાછું મળ્યું
ચોરી થયેલું 8 કરોડનું સોનું 22 વર્ષે પાછું મળ્યું

સાત વર્ષથી કામ કરતા કારીગરે મામા સાથે મળી વેપારીના ઘરમાંથી ચાવી ચોરી કરી દુકાનમાંથી 800.80 ગ્રામ ઘરેણાં ચોરી નાશી છૂટ્યા ; સીસીટીવી ફૂટેજ ચેક કરતા ઘરના કારીગરો જ ઘાતકી નીકળતા વેપારી પણ ચોંકી ઉઠ્યા

શહેરના સોની બજાર રૈયાનાકા ટાવર પાસે અનિલ કોમ્પલેક્ષમાં સોનાના દાગીના બનાવવાની દુકાનધરાવતાં અને નજીકમાં જ એપાર્ટમેન્ટમાં રહેતાં મુળ બંગાળના વેપારી મુસ્લિમ યુવાનના ઘરમાંથી દુકાનની ચાવી ચોરી તેની જ દુકાનમાં કામ કરતાં બંગાળી મામા-ભાણેજ દૂકાનમાંથી રૂ. 40 લાખના 800,80 ગ્રામ સોનાના દાગીના ચોરી ભાગી ગયા અંગેની એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવમાં પોલીસે રૈયાનાકા ટાવર અંદર કિશનનંદન એપાર્ટમેન્ટ બ્લોક નં. 202 ભીમ દોશીની શેરી સોનીબજાર ખાતે રહેતાં મુળ પશ્ર્ચિમ બંગાળ વર્ધમાન જીલ્લાના જયક્રિષ્નાપુર ગામના ફિરોઝ અલીહુશેન મલ્લીક (ઉ.વ.28)ની ફરિયાદ પરથી સુમન હરાધનભાઇ દાસ તથા જીત માનોપભાઇ દાસ સામે આઇપીસી 381, 114 મુજબ રૂ. 40 લાખનું 800.80 ગ્રામ સોનાના દાગીનાની ચોરી કરી જવા અંગે ગુનો નોંધ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

ફિરોઝ મલ્લીક ફરિયાદમાં જણાવ્યું છે કે તે પરિવાર સાથે રહે છેઅને રૈયા નાકા ટાવર અંદર ભીમ દોશીની શેરીમાં અનિલ કોમ્પલેક્ષમાંદુકાન નં. 101 તથા 102માં બેસી સોનાના દાગીના બનાવવાનું કામ કરે છે. તે બાર વર્ષથી અહીં રહે છે અને દાગીના બનાવે છે. તેની દુકાનમાં સાત વર્ષથી બંગાળના હુગલીના સલાલપુરનો સુમન દાસ કામ કરતો હતો.

તે દુકાનમાં દેખરેખ રાખતો હતો અને બહારના બીજા વેપારીઓ પાસેથી આવતાં ઓર્ડર મુજબ સોનુ લઇ આવતો હતો અને દાગીના પરત આપવા જવાનું કામ સંભાળતો હતો. તેમજ સુમનનો ભાણેજ બંગાળના વર્ધમાનના સરબોમંગોલા ગામનો જીત માનોપભાઇ દાસ છેલ્લા એકાદ વર્ષથી ફિરોઝ મલ્લીકની દુકાનમાં કામ કરતો હતો અને તેના મામા સુમન સાથે રહેતો હતો.

ગત તા. 23/7/21ના રોજ મુકસા જ્વેલર્સવાળા શ્રીનિવાસભાઇએ 800.80 ગ્રામ શુધ્ધ સોનુ ટ્રાન્સપોર્ટ મારફતે દાગીના બનાવવા માટે મોકલ્યું હતું. જે સોનુ 25/7ના રોજ તન્વી ગોલ્ડમાં દાગીના બનાવવા માટે આપ્યું હતું. ત્યાંથી 26/7ના રોજ દાગીના બની જતાં સુમન દાસ આ દાગીના લઇ આવ્યો હતો અને ફિરોઝ મલ્લીકની દુકાનમાં રાખી દીધા હતાં.

એ દિવસે વેપારીએ રાતે દસ વાગ્યે દુકાન બંધ કરી હતી અને ઘરે જઇ સુઇ ગયેલ. બીજા દિવસે 27/7ના રોજ સવારે આઠેક વાગ્યે વેપારી ફિરોઝ મલ્લીકે જાગીને જોતાં ઘરમાં જ્યાં દુકાનની ચાવી રાખી હતી ત્યાં જોવા મળી નહોતી અને બીજી જગ્યાએ જોવા મળી હતી.

એ પછી ઘરનો દરવાજો ખોલતાં તે બહારથી બંધ હોઇ સિકયુરીટીને બોલાવતાં તેણે બહારથી દરવાજો ખોલ્યો હતો. ત્યારબાદ ફિરોઝ મલ્લીકે દુકાને જઇ જોતાં તિજોરી ખુલી હતી અને તેમાં રોખેલા 800.80 ગ્રામ સોનાના દાગીના ગાયબ હતાં. જેથી સુમન અને જીતને ફોન કરતાં તેનો ફોન લાગ્યો નહોતો. આજુબાજુમાં સીસીટીવ ફૂટેજ ચેક કરતાં 27/7/21ના સવારે 6:30 કલાકે સુમન અને તેનો ભાણેજ જય ઘરમાંથી દુકાનની ચાવી મેળવી તિજોરી ખોલી રૂ. 40 લાખના સોનાના દાગીના ચોરી કરી ભાગી ગયાનું જણાયું હતું.

Read About Weather here

આ બંને બંગાળના જ હોઇ પરિચિત વ્યકિતઓ મારફતે ફિરોઝ મલ્લીકે પોતાની રીતે તપાસ કરી હતી. પરંતુ સુમન અને જીત મળી ન આવતાં અંતે પોલીસને જાણ કરી હતી. એ-ડિવીઝન પીઆઇ સી. જી. જોષીની રાહબરીમાં પીએસઆઇ જે. એમ. ભટ્ટ સહિતે ગુનો નોંધી 40 લાખનું સોનુ ચોરી ભાગી ગયેલા મામા-ભાણેજની શોધખોળ શરૂ કરી છે.(5.5)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here