સૈફનો દીકરો નારાજ…!

સૈફનો દીકરો નારાજ...!
સૈફનો દીકરો નારાજ...!
વેબ પોર્ટલ ‘બોલિવૂડ લાઇફ’ના અહેવાલ પ્રમાણે, પલકે જે રીતે પોતાનો ચહેરો છુપાવ્યો તે વાતથી ઈબ્રાહિમ અલી ખાનને ઘણી જ શરમ આવી હતી. પલક તથા ઈબ્રાહિમ પહેલી જ વાર આ રીતે પબ્લિક પ્લેસમાં મળ્યા હતા, પરંતુ પલકે જે વર્તન કર્યું તે ઘણું જ બાલિશ હતું.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પોતાનો વીડિયો વાઇરલ થયા બાદ પલકને પણ શરમ આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહિમ અલી ખાન હાલમાં જ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી સાથે ડિનર ડેટ પર જોવા મળી હતી. રેસ્ટોરાંમાંથી બહાર આવતા સમયે પલક તથા ઈબ્રાહિમ એક જ કારમાં બેઠાં હતાં. આ સમયે પલકે પોતાનો ચહેરો છુપાવી દીધો હતો. આ વર્તનને કારણે પલકને સોશિયલ મીડિયામાં ઘણી જ ટ્રોલ કરવામાં આવી હતી.

પલકની આ હરકત ઈબ્રાહિમ ખાનને પણ પસંદ આવી નથી પલકે કારમાં બેસીને હાથથી ચહેરો છુપાવ્યો હતો.વધુમાં વીડિયો વાઇરલ થયા બાદથી પલક તથા ઈબ્રાહિમ વચ્ચે કોઈ વાતચીત થઈ નથી. એ કહેવું ઉતાવળીયું હશે કે તેમની વચ્ચે બધું પૂરું થઈ ગયું. તેઓ એકબીજાના મિત્રો છે, પરંતુ એ વાત પણ નક્કી છે કે બંને એકબીજાને પસંદ કરે છે.

હાલમાં બંને એકબીજાથી અંતર રાખી રહ્યાં છે.બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહિમ (20) તથા એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક (21) શુક્રવાર, 21 જાન્યુઆરીની રાત્રે મુંબઈની રેસ્ટોરાંની બહાર જોવા મળ્યાં હતાં. રેસ્ટોરાંમાંથી બહાર આવ્યા બાદ ઈબ્રાહિમ અલી ખાન તથા પલક તિવારી એક જ કારમાં સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન ફોટોગ્રાફર્સથી બંને ચહેરો છુપાવતા જોવા મળ્યા હતા.

પલકે હાથથી ચહેરો છુપાવ્યો હતો. તો ઈબ્રાહિમ પણ ચહેરો છુપાવવાનો પૂરતો પ્રયાસ કરતો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે પલક રેડ રંગના ટોપ, બ્લૂ જીન્સ, સ્નીકર્સ તથા બ્લેક માસ્કમાં હતી. ઈબ્રાહિમ બ્લેક ટી શર્ટ, જેકેટ, ગ્રે જીન્સ, સ્નીકર્સ તથા બ્લેક માસ્કમાં હતો. બંનેને આ રીતે સાથે જોઈને સો.મીડિયા યુઝર્સ કમેન્ટ્સ કરી રહ્યા છે કે આ બંને બોલિવૂડના ન્યૂ કપલ છે. .હવે મમ્મી ધમકાવશે નહીં.’ ત્રીજાએ કમેન્ટ કરતાં કહ્યું હતું, ‘મોં તો એ રીતે છુપાવે છે, જાણે દરોડા પડ્યા હોય.’

અન્ય એકે કરીના કપૂરને ટાર્ગેટ કરીને કહ્યું હતું, ‘હવે કરીના સલાહ આપશે કે આને ડેટ ના કરીશ.’ બીજા એક યુઝરે કહ્યું હતું, ‘માની જેમ જ ડ્રામેબાઝ છે.’પલકનું ગયા વર્ષે હાર્ડી સંધુ સાથેનું ‘બિજલી બિજલી..’ સોંગ ઘણું જ હિટ રહ્યું હતું. પલક બોલિવૂડ ફિલ્મ ‘રોઝીઃ ધ સૈફરન ચેપ્ટર’થી ડેબ્યુ કરી રહી છે.

Read About Weather here

આ ફિલ્મમાં પલક BPO (બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ)માં કામ કરતી યુવતીના પાત્રમાં છે. આ ફિલ્મ ગુરુગ્રામની સત્યા ઘટના પર આધારિત છે. ફિલ્મમાં અરબાઝ ખાન, તનિષા મુખર્જી પણ છે.અનેક યુઝર્સે એવું કહ્યું હતું કે બંને એકબીજાને ડેટ કરે છે.એક યુઝરે કમેન્ટ કરી હતી, ‘મોં છુપાવવાની કેમ જરૂર પડી. અન્ય એકે કહ્યું હતું, ‘મોં છુપાવી લીધું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here