સૈફના દીકરા ઈબ્રાહિમને ગરીબ બાળકોએ ઘેરી લીધો…!

સૈફના દીકરા ઈબ્રાહિમને ગરીબ બાળકોએ ઘેરી લીધો…!
સૈફના દીકરા ઈબ્રાહિમને ગરીબ બાળકોએ ઘેરી લીધો…!
ઈબ્રાહિમ જ્યારે પણ ઘરની બહાર નીકળે ત્યારે ફોટોગ્રાફર્સ ને ચાહકો ભેગા થઈ જતા હોય છે. ઈબ્રાહિમ અલી ખાન હાલમાં કરન જોહરની ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરે છેસૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહિમ ખાન પિતા જેવો જ દેખાય છે. હાલમાં જ ઈબ્રાહિમ ખાન બાંદ્રાની રેસ્ટોરાંની બહાર જોવા મળ્યો હતો. અહીં ગરીબ બાળકો તથા ચાહકોએ ઘેરી લીધો હતો.ઈબ્રાહિમ ખાન હજી સુધી બોલિવૂડની એકપણ ફિલ્મમાં જોવા મળ્યો નથી છતાં તેના ચાહકો મોટી સંખ્યામાં છે. ઈબ્રાહિમ ખાન જેવો રેસ્ટોરાંની બહાર નીકળ્યો એટલે ચાહકો તથા ગરીબ બાળકોએ તેને ઘેરી લીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

સૈફના દીકરા ઈબ્રાહિમને ગરીબ બાળકોએ ઘેરી લીધો…! બાળકો
https://www.instagram.com/reel/Cdlz8LiqvT8/?utm_source=ig_embed&ig_rid=bb229a1a-6eb2-41e8-a429-ffa0d13b838f
સૈફના દીકરા ઈબ્રાહિમને ગરીબ બાળકોએ ઘેરી લીધો…! બાળકો

કોઈકે તેનો હાથ ખેંચ્યો હતો તો કોઈક સેલ્ફી લેવા માટે પડાપડી કરતા હતા.ઈબ્રાહિમ ખાનને ગરીબ બાળકોએ ઘેરી લીધો હતો અને ચાહકો પણ આસપાસ ટોળે વળ્યા હતા. જોકે ઈબ્રાહિમ સહેજ પણ ગુસ્સે થયો નહોતો અને તેના બૉડીગાર્ડ તેને કાર સુધી લઈ ગયા હતા. સો.મીડિયા યુઝર્સે ઈબ્રાહિમના આ વર્તનનાં વખાણ કર્યા હતા.ઈબ્રાહિમ ખાનને આ રીતે ટોળાએ ઘેરી લેતાં સો.મીડિયા યુઝર્સ નારાજ થયા હતા. એકે કમેન્ટ કરી હતી, ‘આ લોકોમાં કેટલી ધીરજ છે. જો આપણામાંથી કોઈક ત્યાં હોત તો નક્કી ગુસ્સે જ થયા હોત.

Read About Weather here

સૈફના દીકરા ઈબ્રાહિમને ગરીબ બાળકોએ ઘેરી લીધો…! બાળકો
સૈફના દીકરા ઈબ્રાહિમને ગરીબ બાળકોએ ઘેરી લીધો…! બાળકો

એક બાજુ ભિખારીઓ અને બીજી બાજુ ફોટોગ્રાફર્સ.’ અન્ય એકે કહ્યું હતું, ‘આ લોકો કેમ આમ કરે છે, સેલિબ્રિટીને કેમ આમ કરે છે. એ જગ્યાએ આપણે હોત તો આપણે તો ખબર નહીં, શું કરત. ઈબ્રાહિમની ધીરજની દાદ આપવી પડે.’ બીજા યુઝરે કહ્યું હતું, ‘સાચે જ લોકો પાગલ થઈ જાય છે. સેલેબ્સ આવી પરિસ્થિતિમાં કેટલી શાંતિ રાખે છે.’ઈબ્રાહિમ ખાને ધીરુભાઈ અંબાણી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે અને તેણે ઇંગ્લેન્ડમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. ઈબ્રાહિમ હાલમાં કરન જોહરની ફિલ્મ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યો છે.થોડા દિવસો પહેલાં જ સૈફે દીકરા અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તે દીકરાના ભવિષ્ય અંગે ચિંતિંત છે. તેણે સ્કૂલમાં સારું કર્યું હતું અને અન્ય પેરેન્ટ્સની જેમ તે પણ દીકરાનું ભવિષ્ય સારું રહે એ માટે પ્રાર્થના કરે છે.તે ખુશ છે કે ઈબ્રાહિમ ઘણી જ મહેનત કરી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here