સેન્સેક્સમાં 1 હજાર પોઈન્ટનો કડાકો

શેરબજારમાં ધડાકો 1000 પોઈન્ટથી વધુનો કડાકો
શેરબજારમાં ધડાકો 1000 પોઈન્ટથી વધુનો કડાકો

યુક્રેન યુધ્ધનાં ભયથી શેરબજારમાં ભૂકંપ
નિફ્ટીમાં પણ 272 અંકનો કડાકો, સોમવારથી જ બજારમાં મંદીનું ઘેરું વલણ: સેન્સેક્સમાં કડાકાને પગલે પ્રાઈમ કંપનીઓનાં શેરોમાં ઘટાડાનું વલણ

રશિયા અને યુક્રેન વચ્ચે ગમે ત્યારે યુધ્ધ ફાટી નીકળવાની સંભાવનાઓને પગલે ભારતીય શેરબજારોમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ હતી. સોમવારથી શરૂ થયેલું મંદીનું મોજું આજે વધુ આકરું બન્યું હતું અને મંગળવારે સવારે બજાર ખુલતા વેત સેન્સેક્સમાં એક હજાર પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. નિફ્ટીમાં પણ 272 અંકનો કડાકો બોલી જતા શેરબજારમાં રોકાણકારોનાં લાખો- કરોડોનું મિનિટોમાં ધોવાણ થઇ ગયું હતું. સોમવારે પણ સેન્સેક્સમાં બજાર બંધ થતા સમયે 149 અંકનો ઘટાડો થયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આજે સવારે શેરબજારમાં કામનાં પ્રારંભે જ સેન્સેક્સ એક હજાર અંક તૂટી ગયા બાદ હાલ 56745 અંક પર કારોબાર કરી રહ્યા છે. જયારે નિફ્ટીમાં 272 અંકનો ઘટાડો થયા બાદ અત્યારે 16934 અંક પર કારોબાર કરી રહ્યો છે. બપોર સુધીમાં ઇન્ડેક્ષમાં 937 અંકનો ઘટાડો થયો હતો.

સેન્સેક્સમાં ગાબડું પડતા લાર્સન કંપની, ટીસીએસ, ડો.રેડ્ડી લેબ્ઝ, ટેક મહિન્દ્રા અને ઇન્ડસ ઇન્ડ બેંક સહિતનાં શેરોમાં ઘટાડાનું વલણ જોવા મળી રહ્યું છે. ટીસીએસનાં શેરોમાં 2.75 ટકાનો ઘટાડો થયો છે અને કારોબાર અત્યારે ભાવ 3610.55 રહ્યો છે. લાર્સનમાં 2.65 ટકા ઘટાડો થતા તેના શેરનો ભાવ 1813.65 રહ્યો છે. ઓએનજીસીનાં શેરનો ભાવ 164.80 રહ્યો છે.

લીસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ રૂ.252.27 લાખ રૂપિયા જેવી છે. સેન્સેક્સનાં 78 શેર અપર સર્કીટમાં અને 378 શેર લોઅર સર્કીટમાં આજે આવી જતા હવે એમના શેરનાં ભાવમાં વધુ ઘટાડો કે વધારો નહીં થાય. સોમવારની પરિસ્થિતિ જોઈએ તો સેન્સેક્સ 149 અંક ઘટીને 57683 પર બંધ રહ્યો હતો.

Read About Weather here

જયારે નિફ્ટી 70 પોઈન્ટ ઘટીને 17206 પર બંધ રહ્યો હતો. જેના કારણે સન ફાર્મા, અલ્ટ્રાટેક સિમેન્ટ, મહિન્દ્રાનાં શેર ઘટીને બંધ રહ્યા હતા. જયારે વિપ્રો, ઈન્ફોસીસ, એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકનાં શેરો વધીને બંધ રહ્યા હતા.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here