સુશ્રી કૉન્સ્ટેબલ શ્રીમાન બનશે…!

સુશ્રી કૉન્સ્ટેબલ શ્રીમાન બનશે...!
સુશ્રી કૉન્સ્ટેબલ શ્રીમાન બનશે...!
જેન્ડર ચેન્જ કરાવવાની પ્રોસેસ પૂરી થયા બાદ મહિલાની ઓળખ પુરુષ કોન્સ્ટેબલ તરીકે થશે. ગૃહ વિભાગના મુખ્ય સચિવ ડૉ. રાજેશ રાજૌરાએ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશનો આ પહેલો કેસ છે,

Visit Saurashtra Kranti Homepage here

જેમાં સરકારે પોતાના કોઈ કર્મચારીને જેન્ડર ચેન્જર કરાવવાની મંજૂરી આપી છે. મધ્યપ્રદેશમાં પહેલી વખત એક મહિલા પોલીસ કૉન્સ્ટેબલને સરકારે જેન્ડર ચેન્જ કરાવવાની મંજૂરી આપી છે. રાજ્યના હોમ ડિપાર્ટમેન્ટે બુધવારે એના માટે પરમિશન લેટર પણ ઈસ્યુ કર્યો છે.

ડૉ. રાજૌરાએ કહ્યું હતું કે મહિલા કૉન્સ્ટેબલ અમિતા (બદલાવવામાં આવેલું નામ) પ્રદેશના એક જિલ્લામાં ફરજ બજાવે છે. તેને નાનપણથી જ ‘જેન્ડર આઈડેન્ટિટી ડિસઓર્ડર’નો પ્રોબ્લેમ હતો, જેની પુષ્ટિ રાષ્ટ્રીય સ્તરે મનોચિકિત્સકો તરફથી કરાઈ હતી.

આ બીમારીથી તેના શરીર અને લેંગિક સ્વભાવ મિસમેચ લાગતો હતો. કૉન્સ્ટેબલને જેન્ડર ચેન્જ માટે પોલીસ હેડકવાર્ટરમાં અરજી કરી હતી. હેડકવાર્ટરે ગૃહ વિભાગ સમક્ષ આ માટે મંજૂરી માગી હતી.

પ્રક્રિયા પૂરી થયા બાદ 1લી ડિસેમ્બરે મંજૂરી આપવામાં આવી. હવે મહિલા કૉન્સ્ટેબલ જેન્ડર ચેન્જ કરાવી શકશે.જેન્ડર ચેન્જર કરાવવાની પ્રક્રિયા આસાન નથી. મહિલા કૉન્સ્ટેબલને પોણાત્રણ વર્ષ બાદ એની મંજૂરી મળી છે.

એ માટે જો તમે સરકારી કર્મચારી છો તો પહેલા વિભાગની પાસે અરજી કરવી જરૂરી છે. જ્યારે સામાન્ય લોકોએ સંબંધિત કલેક્ટરની પાસે અરજી કરવી પડે છે. એ બાદ ડોકટરની ટીમ તપાસ કરીને રિપોર્ટ આપે છે.

રિપોર્ટ પછી ગેજેટમાં પ્રકાશન થશે. આ સાથે જ અખબારમાં એની જાહેરાત પણ પ્રકાશન કરાવવી પડશે. એ પછી ગૃહ વિભાગ અંતિમ મંજૂરી આપે છે.આઈડેન્ટિટી ડિસઓર્ડર કે જેન્ડર ડિસફોરિયા થવા પર એક છોકરો છોકરીની જેમ અને એક છોકરી છોકરા જેવો વ્યવહાર કરે છે.

બંને જ અપોઝિટ જેન્ડર મુજબ પોતાનું જીવન જીવવા માગે છે. બંને જ અપોઝિટ વર્તનમાં પોતાને વધુ અનુકૂળ અનુભવે છે. મધ્યપ્રદેશની મહિલા કૉન્સ્ટેબલ પણ પુરુષની જેમ જ ડ્યૂટી કરે છે.

જેન્ડર ચેન્જ કરાવવા માટે મહિલા કૉન્સ્ટેબલે 2 ફેબ્રુઆરી 2019ના રોજ એસપીને અરજી કરી હતી. તેમને અરજીમાં મહારાષ્ટ્રના બીડ જિલ્લાની 29 વર્ષની મહિલા કૉન્સ્ટેબલ લલિતા સાલ્વે, રેલવેના સિનિયર એન્જિનિયર રાજેશ પાંડેના ઉદાહરણને આધાર બનાવ્યા હતા.

બંનેને જેન્ડર ચેન્જની મંજૂરી મળી હતી. મહિલા કૉન્સ્ટેબલની અરજીને એસપીએ પોલીસ હેડકવાર્ટર મોકલી હતી. માર્ચ 2021માં અરજી ગૃહ વિભાગ સમક્ષ પહોંચી હતી. ગૃહ વિભાગે 1લી ડિસેમ્બરે એની મંજૂરી આપી હતી.

આઈડેન્ટિટી ડિસઓર્ડર કે જેન્ડર ડિસફોરિયાનાં લક્ષણ કેટલાંક બાળકોમાં નાનપણથી જોવા મળે છે, પરંતુ મોટા ભાગના રિપોર્ટમાં એવું સામે આવ્યું છે કે આ આદતને 10-12 વર્ષનાં બાળકોમાં સહેલાયથી જોઈ શકાય છે.

જો તે આઈડેન્ટિટી ડિસઓર્ડર કે જેન્ડર ડિસફોરિયાથી ગ્રસ્ત છે, તેવો કોઈ પુરુષ છે તો તે મહિલાની જેમ કપડાં પહેરાવા, મેકઅપ કરવા અને નખરાઓ કરે છે. જ્યારે મહિલા પુરુષની જેમ વ્યવહાર કરવા લાગે છે.

જેન્ડર ચેન્જ કરાવવા માટેનું આ ઓપરેશન લગભગ 5-6 કલાક ચાલે છે. આ દરમિયાન બ્રેસ્ટ, જનાંગ અને ચહેરાની સર્જરી કરવામાં આવે છે. પુરુષથી મહિલા બનનારા મા તો નથી બની શકતા, પરંતુ સરોગેસી કે બાળક દત્તક લઈ શકે છે.

ઓપરેશન પછી ઓછામાં ઓછા એક વર્ષ સુધી હોર્મોનલ થેરપી લેવી પડે છે. કેટલાક કેસમાં જીવનભર હોર્મોનલ થેરપી લેવાની જરૂરિયાત પડી શકે છે.

Read About Weather here

કેટલાક લોકો આ સર્જરી પછી સેક્સલાઈફને લઈને ચિંતિત હોય છે, પરંતુ એવું કંઈ નથી થતું જેનાથી પરેશાની થાય. ઓપરેશન પછી લોકોની સેક્સલાઈફ પણ પહેલાંની જેમ જ સામાન્ય હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here