સુરેન્દ્રનગરની આંગળીયા પેઢી સાથે રૂ.24.62 લાખનું ચીટીંગ કરનાર ઝડપાયો.

સીસી ટી.વી ફૂટેજનાં આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે આર્યમાન સોસાયટીમાંરહેતા શખ્સને દબોચી લઇ પોલીસને કબ્જો સોંપ્યો

સુરેન્દ્રનગરમાં આવેલી આંગડીયા પેઢીમાં ખોટું નામ આપી રૂ. ૨૪.૬૨ લાખનું ચીટીંગ કરનાર રાજકોટનાં શખ્સને ક્રાઈમ બ્રાંચની ટીમે દબોચી લઇ આરોપીનો કબજો સુરેન્દ્રનગર પોલીસને સોંપ્યો હતો.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ સુરેન્દ્રનગરમાં આવેલી વિશ્વમ આંગળીયા પેઢીમાં ચંદ્રેશ નામની વ્યક્તિએ આંગળીયા પેઢીમાં અવાર-નવાર વ્યવહારો કરી આંગળીયા પેઢીનાં સંચાલકોને વિશ્વાસમાંલઇ ફોન કરી અને દિલ્હી, રાજકોટ તથા બાવળા ખાતે અલગ-અલગ રકમનું આંગળીયુ કરાવી તે રકમ રૂ. ૨૪૬૨૭૩૦ ની ચૂકતે નહીં કરી આંગળીયા પેઢી સાથે ચીટીંગ કરી નાસી ગયો હતો.

Read About Weather here

બનાવનાં પગલે શહેર પોલીસ આ શખ્સની શોધખોળ કરી રહી હતી. ત્યારે રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમે ચોક્કસ બાતમીનાં આધારે સીસી ટી.વી ફૂટેજ મેળવી રાજકોટનાં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ગોવર્ધન ચોક પાસે આર્યમાન સોસાયટીમાં રહેતો બ્રિજેશ કાંતીલાલ પાડલીયા નામના શખ્સોને દબોચી લઇ કબજો શહેર પોલીસે સોંપ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here