સુરક્ષા સલાહકારના ઘરમાં જ સુરક્ષા ખોરવાઈ…!

સુરક્ષા સલાહકારના ઘરમાં જ સુરક્ષા ખોરવાઈ...!
સુરક્ષા સલાહકારના ઘરમાં જ સુરક્ષા ખોરવાઈ...!
હાલ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની ટીમ તેની પૂછપરછ કરી રહી છે.પોલીસના જણાવ્યા મુજબ, પકડાયા પછી આ શખસ કંઈક બોલી રહ્યો હતો. નેશનલ સિક્યોરિટી એડવાઇઝર(NSA) અજિત ડોભાલના ઘરમાં એક શખસે ઘૂસણખોરી કરવાની કોશિશ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ, શખસે કાર લઈને અજિત ડોભાલની કોઠીમાં ઘૂસવાની કોશિશ કરી હતી. જોકે એ સમયે હાજર સુરક્ષા કર્મચારીઓએ તે શખસને રોકીને તેની ધરપકડ કરી હતી. તેણે કહ્યું હતું કે તેની બોડીમાં કોઈ ચિપ લગાવવામાં આવી છે અને તેને રિમોટ કન્ટ્રોલથી કન્ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

જોકે તપાસમાં કોઈ જ ચીજ મળી નથી. ધરપકડ કરવામાં આવેલો શખસ કર્ણાટકના બેંગલુરુનો રહેવાસી છે. દિલ્હી પોલીસનું એન્ટી ટેરર યુનિટ, સ્પેશિયલ સેલ, તે શખસની પૂછપરછ કરી રહ્યાં છે. શખસની પૂછપરછ લોધી કોલોની સ્થિત સ્પેશિયલ સેલની ઓફિસમાં થઈ રહી છે.અજિત ડોભાલ ઘણાં આતંકી સંગઠનોના ટાર્ગેટ પર પણ છે. ગત વર્ષે ફેબ્રુઆરીમાં જૈશના આતંકીની પાસેથી ડોભાલની આફિસની રેકી કરવાનો વીડિયો મળ્યો હતો. આ વીડિયોને આતંકીએ પાકિસ્તાની હેન્ડલરને મોકલ્યો હતો. એ પછી ડોભાલની સુરક્ષાને વધારી દેવામાં આવી હતી.

Read About Weather here

ઉત્તરાખંડના પૌડી ગઢવાલામાં જન્મેલા અજિત ડોભાલ કેરળ કેડરના IPS અધિકારી છે. 1972માં તેઓ ભારતની જાસૂસી એજન્સી આઈબીમાં જોડાયા હતા. જાસૂસ બનીને તેઓ સાત વર્ષ સુધી પાકિસ્તાનમાં પણ રહ્યા હતા. ઓપરેશન બ્લૂ સ્ટાર, ઓપરેશન બ્લૂ થન્ડરમાં પણ તેમની મહત્ત્વની ભૂમિકા હતી. તેો 1999માં જ્યારે વિમાન હાઈજેક થયું હતું ત્યારે તેમને સરકારે વાતચીતમાં મુખ્ય ભૂમિકા સોંપી હતી. એ પછી 26 ફેબ્રુઆરી 2019ની રાતે લગભગ ત્રણ વાગ્યે ભારતીય વાયુસેનાનાં 12 મિરાજ ફાઈટર જેટ્સે લાઈન ઓફ કન્ટ્રોલ(LOC)ને પાર કરીને બાલાકોટ સ્થિત જૈશ-એ-મોહમ્મદનાં આતંકી ઠેકાણાંને ઉડાવ્યા હતા.14 ફેબ્રુઆરી 2019ના રોજ થયેલા પુલવામા આતંકી હુમલા પછી પાકિસ્તાનનો બદલો લેવાના પ્લાનની જવાબદારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનએસએ અજિત ડોભાલને સોંપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here