સુત્રાપાડાનાં દરીયાઈ પટ્ટીનાં ગામડાઓમાં પીવાના પાણીની હાડમારીથી લોકો પરેશાન

ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ
ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ

પરેશાની દૂર થાય તેવા પગલા ભરવા પ્રશ્નાવડાનાં માજી જિલ્લા પંચાયતના સદસ્ય કેશુભાઈની અધિકારીઓને રજૂઆત

સુત્રાપાડા દરિયા પટ્ટીનાં ગામડામાં પાણીનાં તળ ખારા હોવાથી અને પીવા લાયક પાણી ન હોવાથી સરકાર દ્વારા આ દરિયા પટ્ટીનાં ગામડાને પીવાનું પાણી પૂરું પાડવા હિરણ ડેમમાંથી તથા મહીપરી યોજના હેઠળ પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હતું.

Visit Saurashtra Kranti Homepage here

પરંતુ તાઉતે વાવાઝોડા બાદ કોઈ કારણોસર આ વિસ્તારમાં મહીપરી યોજનાનાં બદલે હિરણ ડેમમાંથી પાણી દર પંદર દિવસે આપવામાં આવે છે. આ વર્ષે વરસાદ પણ નહિવત થતા લોકો જે ચોમાસાનાં પાણીનો સંગ્રહ કરતા હતા. તે પાણીનો સંગ્રહ થઇ શક્યો નથી અને હિરણ ડેમમાં હાલ પૂરતા પ્રમાણમાં પાણી ન હોવાથી આ ગામડામાં પીવાના પાણીની હાડમારી છે.

Read About Weather here

તેથી આ અંગે પ્રશ્નાવડા ગામનાં માજી જિલ્લા પંચાયત સદસ્ય કેશુભાઈ દ્વારા લગતા વળગતા અધિકારીઓને રજૂઆત કરી છે કે, સુત્રાપાડા તાલુકાનાં દરિયા પટ્ટીનાં ગામડાનાં લોકોને તથા માલઢોરને પીવાના પાણીની મુશ્કેલીઓ છે. મહીપરી યોજનામાંથી ફરી શરૂ કરીને પરેશાની દૂર થાય તેવા પગલા ભરવા માંગણી કરી છે.(૬.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here