સુંવાલી દરિયા કિનારે 5 લોકો ડૂબ્યા

સુંવાલી દરિયા કિનારે 5 લોકો ડૂબ્યા…!
સુંવાલી દરિયા કિનારે 5 લોકો ડૂબ્યા…!
ભટાર વિસ્તારના આઝાદનગર અને ઈચ્છાપુર વિસ્તારના કુલ 5 લોકો સુવાલી દરિયાકિનારે નાહતા સમયે ડૂબી જવાની ઘટના સામે આવતા ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું હતું. સુરતના સુંવાલી દરિયા કિનારે આજે રવિવાર હોવાને કારણે મોટી સંખ્યામાં સહેલાણીઓ મોજ મસ્તી માટે દરિયા કિનારે પહોંચ્યા હતા. ફાયર વિભાગના અધિકારીઓએ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધા હતા. જો કે હજુ પણ 4 લોકોની કોઈ ભાળ મળી નથી. ત્યારે ફાયર બ્રિગેડની ટીમે સોમવારે લાપતા ચારેયની શોધખોળ આદરશે.રવિવારે ભટાર વિસ્તારના આઝાદનગરમાંથી યુવકો નાહવા ગયા હતા. તે દરમિયાન એકાએક જ 3 યુવકો પાણીમાં ડૂબી ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં 1 યુવકનું મૃતદેહ મળી આવ્યો હતો. અન્ય 3ની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ઈચ્છાપુરનો પણ 1 યુવક પાણીમાં ડુબી જતાં તેની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે. આમ કુલ 4 લોકોની શોધખોળ શરૂ કરાઇ છે.રવિવાર હોવાને કારણે આજે સુંવાલી દરિયા કિનારે કીડિયારું ઉભરાયું હતું અને તેના કારણે ત્યાં લાંબો ટ્રાફિકજામ પણ લાગ્યો હતો. રવિવાર હોવાથી મોટી સંખ્યામાં સુરતીઓ દરિયા કિનારે નાહવા જતા હોય છે. ખાસ કરીને આજે સુંવાલી દરિયાકિનારો ઉપર ખૂબ મોટી સંખ્યામાં ભીડ હતી અને એકાએક જ પાંચ જેટલા યુવકો દરિયામાં ડૂબી જવાના સમાચાર મળતા ફાયર વિભાગની ટીમ અધિકારીઓ સાથે ઘટના સ્થળ ઉપર પહોંચી હતી.ઈચ્છાપુર વિસ્તારમાં ક્રિષ્નાનગર સોસાયટીમાં રહેતા 22 વર્ષીય સચીનકુમાર જાતવ દરિયામાં ડૂબી જતા ફાયર વિભાગ દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ભટાર વિસ્તારના આઝાદનગરમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા સાગર પ્રકાશ 23 વર્ષનો છે, તે ડૂબી જતા મોતને ભેટ્યો છે. તેમજ આઝાદનગરમાં રહેતા શ્યામ સંજય સાઉદકર અને અકબર યુસુફ શેખ દરિયામાં ડૂબી જતાં તેની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Read About Weather here

આઝાદ નગરના જે ચાર યુવકો ડૂબ્યા હતા, તે પૈકી વિક્રમ દિલીપ સાલવેને બચાવી લેવામાં આવ્યો હતો.ફાયર ઓફિસર કીર્તિ મોઢે જણાવ્યું કે કુલ પાંચ જેટલા ઈસમો દરિયામાં ડૂબી ગયાની ઘટના અમને જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ટીમ સુંવાલી દરિયા કિનારે ખાતે પહોંચી હતી. રવિવાર હોવાને કારણે હજારોની સંખ્યામાં અહીં સહેલાણીઓ આવ્યા હતા તેના કારણે ખૂબ ટ્રાફિક હોવાને કારણે અમને પહોંચવામાં પણ ઘણો સમય લાગ્યો હતો. કુલ 5 પૈકી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. તેમજ અન્ય ચાર લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. મોડી સાંજ બાદ શોધખોળ થઈ શકે તેમ ન હોવાથી આવતીકાલે સવારે ફાયર વિભાગની ટીમ દ્વારા જે લાપતા છે તેમને શોધવાની કામગીરી કરવામાં આવશે.ભટાર ખાતે રહેતા વિકીને ડૂબતો જોઈ બુમાબુમ થતા એટીવી બાઈકની રાઈડ ચલાવતા સ્થાનિક યુવકોનું ગ્રુપ દોડી ગયુ હતું અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ યુવકોએ જ વિકીને સહિસલામત બચાવી લીધો હતો.સ્થાનિકોના જણાવ્યા અનુસાર સુવાલીમાં દર વખતે મધ દરિયે બેટ પર ફસાઈ જવાના કારણે ડૂબી જવાના બનાવો ઘણી વખત બને છે. ડૂબી ગયેલા યુવાનો ન્હાતા ન્હાતા આ ખાડી નજીક પહોંચી ગયા હતા અને એક પછી એક ઉંડા પાણીમાં ડૂબી ગયા હતા.પરંતુ રવિવારે બનેલી દુર્ઘટના કિનારા નજીક બની હતી. કિનારા નજીક ખાડી જેવું છે જેમાં લગભગ ૭ ફુટ ઉંડો ખાડો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here