સી.આર.પાટીલનું મીશન ’182’

ગોંડલ અને રાજકોટમાં સી.આર.પાટીલનો ‘વન ડે વન ડિસ્ટ્રીકટ’ કાર્યક્રમ
ગોંડલ અને રાજકોટમાં સી.આર.પાટીલનો ‘વન ડે વન ડિસ્ટ્રીકટ’ કાર્યક્રમ

તમામ મત વિસ્તારોમાં ફરીને ઇન્ચાર્જને લોકોનાં મનનો કયાસ કાઢવા પ્રદેશ કક્ષાએથી આદેશ
વિવાદમાં રહેતા ધારાસભ્યોની સામે થતી લોકોની અને પક્ષના જ કાર્યકરોની ફરીયાદો ધ્યાનમાં લેવાશે ખરી?
ભાજપના જાણકાર સુત્રોનું સુચક વિધન: તમામ ધારાસભ્યોની કામગીરી ઉંડી અને તલસ્પર્શી સમીક્ષા થશે, ભાજપમાં દરેકને છાને ખુણે પણ સ્પષ્ટ સંદેશ આપી દેવાયો કે, માત્ર જુની નામનાના આધારે ટિકિટ મેળવવાના સપનામાં ન રાચો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ દાયકાઓથી રાજયમાં સત્તાની ગાદી પર બિરાજમાન રાજયના સૌથી મોટા અને સૌથી શકિતશાળી રાષ્ટ્રીય પક્ષ ભારતીય જનતા પક્ષના સંચાલન કરતા હરતા, સમાહરતા મોવડીઓ દ્વારા મીશન-182 બેઠકનું સપનું સિધ્ધ કરવા માટે તડામાર રાજકીય તૈયારીઓનો પ્રારંભ કરી દીધો છે અને વ્યૂહરચના ઘડી કાઢવામાં આવી છે. ચૂંટણી આવે ત્યારે પદસ્થ હોય કે ન હોય એ તમામને વિધાનસભામાં જવા માટેની આશા, અપેક્ષા અને તાલાવેલી હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

જોકે પક્ષના પ્રમુખ પદે બિરાજમાન સી.આર.પાટીલની કાર્યશૈલી અને રાજકીય સોગઠા બાજી કરવાની એમની આવડત પર નજર કરતા એક વસ્તુતો સ્પષ્ટ છે કે, ભાજપમાં ચૂંટણીની ટિકિટ મેળવવાનું કામ જરાય આસાન નહીં રહે. ખુદ વર્તમાન ધારાસભ્યોએ પણ પક્ષના મોવડીઓ દ્વારા થનારા કામગીરીના લેખાજોખાની કડક અને આકરી પ્રક્રિયાનો સામનો કરવાનો રહેશે. ભારતના મોવડીઓએ 182 બેઠકોના મિશનને પાર પાડવા માટે અત્યારે એડીચોટીનું જોર લગાવી દીધુ છે અને નવતર પણ સક્ષમ પરીણામ આપી શકતી રાજકીય વ્યૂહરચના તૈયાર કરવામાં પક્ષ પ્રમુખ સહિતના મોવડીઓએ એમનો દિમાગ કામે લગાડી દીધુ હોય તેવું ભાજપના સુત્રો તરફથી જાણવા મળ્યું છે.

ભાજપના વગદાર થી માંડીને અદના કાર્યકર સુધી અને નેતાગણ સુધી મોવડી મંડળનો સંદેશો સ્પષ્ટ ભાષામાં પહોંચી ચુકયો છે કે, કામગીરીને આધારે જ ટિકિટ માટે ઉમેદવારોની સુચી તૈયાર કરવામાં આવશે. લોકો સાથેના સંપર્ક, પક્ષના પ્રોજેકટ અને કાર્યકરોને લોકો સુધી પહોંચાડવાની કોની કેટલી મહેનત, પ્રજાકિય પ્રશ્ર્નો હલ કરવાની દિશામાં કોની કેટલી મહેનત અને તેની સફળતા જેવા પરફોમન્સ આધારીત માપદંડ મુજબ પક્ષના મોવડિઓ ટિકિટની ફાળવણી કરશે તેવું લાગે છે.

રાષ્ટ્રીય નિષ્ણાંતો અને પંડિતો જે ભાજપને નજીકથી જાણે છે. એમનું વિશ્ર્લેષણ એવું રહયું છે કે, ભાજપના કેટલાક કાયમ વિવાદમાં રહેતા ધારાસભ્યો સામે ખુદ ભાજપના કાર્યકર્તાઓ અને લોકોની ફરીયાદો ભાજપના મોવડી મંડળ દ્વારા કાને ધરવામાં આવશે કે નહીં એ જોવાનું ખુબ જ રસપ્રદ બની રહેશે. એ કારણે જ આ વખતે પક્ષના વડા સહિતના ભાજપના વ્યૂહબાજ માંઘાતાઓની ટીમ દ્વારા 182 મીશનને સાકાર કરવા માટે કોઇ કચાસ નહીં રાખવાનું હોય એવું નક્કી કર્યુ હોય એવું ભાજપની રાજકીય ગતીવિધિઓ પરથી દેખાય આવે છે.

ભાજપના સુમાહિતગાર સુત્રો જણાવે છે કે, આગામી માર્ચ મહિનાથી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ‘વન ડે, વન ડ્રીશટ્રીકટ’ મુજબ રાજય વ્યાપી સઘન પ્રવાસ શરૂ કરવાના છે. તેઓ તમામ વિસ્તારોની પરિસ્થિતિનો જાતે જ કયાશ કાઢવા માગે છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે, પ્રદેશ પ્રમુખના પ્રવાસની સાયકલ શરૂ થાય એ પહેલા મીડિયા વિભાગને તમામ વિધાનસભા દીઠ નિમણૂંક કરીને દરેક ઇન્ચાર્જને પ્રવાસે જવાનું સુચન કરવામાં આવ્યું છે.

આવતીકાલથી મીડિયા ઇન્ચાર્જ રાજયભરમાં ઘુમી ફરવાનું શરૂ કરશે. જાણવા મળ્યું છે તેમ 182 જેટલા વિધાનસભા મત વિસ્તારમાં ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ અને પાંચ સભ્યોની ખાસ સમીતી રચવામાં આવશે જે વિધાનસભા ચૂંટણીઓ સુધી કાર્યરત રહેશે. એ માટે પ્રદેશ પ્રમુખે લાગતા વળગતાઓને સુચના આપી દીધી છે. પક્ષના તમામ ધારાસભ્યોની કામગીરીનું આકલન કરવામાં આવનાર છે. તમામના પરફોમન્સના લેખાજોખા થશે.

જીલ્લા વાઇસ પ્રવાસ નક્કી કરવામાં આવ્યા છે. પક્ષના પ્રવકતા, સહ પ્રવકતા, મીડિયા ક્ધવીનર અને સહ ક્ધવીનર જીલ્લાના પ્રવાસ કરશે. જીલ્લાના તમામ વિધાનસભા વિસ્તારના મીડિયા સેલના લોકો સાથે મુલાકાત થશે અને જેતે વિધાનસભા મત વિસ્તારની પરિસ્થિતિનો કયાસ કાઢવામાં આવશે. ધારાસભ્યી કામગીરીની પણ વિગત મેળવવામાં આવશે. આ કામગીરી પ્રદેશ પ્રમુખના પ્રવાસ પહેલા આટોપી લેવાની રહેશે.

ભાજપની ચૂંટણી વ્યૂહરચના અંગે જે કાંઇ વિગતો મળી રહી છે તેના પરથી ભાજપના આગામી ચૂંટણી વ્યૂહનો ખ્યાલ આવે છે. કોઇપણ પ્રકારની વગ, ભલામણ જોયા વિના પક્ષના મોવડી એટલે કે પક્ષ પ્રમુખ અને ચૂંટણી સમીતી કામગીરીની આધારે ટિકિટની ફાળવણી કરશે એ હકીકત નિશ્ર્ચિત માનવામાં આવે છે એટલે જ પક્ષના ધારાસભ્યોની કામગીરીનું સઘન પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહયું છે.

Read About Weather here

રાજકીય નિરીક્ષકો કહે છે કે, કેટલાક ધારાસભ્યો સામે લોકોમાંથી તેમજ ખુદ પક્ષના કાર્યકર્તામાંથી ઘણી બધી ફરીયાદો ઉઠવા પામી છે. પક્ષના કેટલાક ધારાસભ્યો એક યા બીજા સમયે વિવાદોમાં પણ ઘેરાયા છે. કેટલાકની કામગીરી પક્ષના ધારાધોરણ મુજબ ખરી ઉતરે એવી રહી નથી. એ તમામ પાસા અને પરીબળ ટીકિટ વિતરણમાં મુખ્ય ભાગ ભજવશે એવું રાજકીય નિરીક્ષકો માની રહયા છે. જો એવું થાય તો ચૂંટણીઓ સમયે ઉમેદવારોની યાદીમાં કેટલાક નવા અને ન ધાર્યા હોય એવા નામોના પણ દર્શન થઇ શકે છે.તેવી ચર્ચાએ જોર પક્ડયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here