સિટી બસને લોકોએ સળગાવી દીધી

સિટી બસને લોકોએ સળગાવી દીધી
સિટી બસને લોકોએ સળગાવી દીધી
સુરતમાં સરથાણા નજીકના ડાયમંડનગરમાં રાહદારીને ટક્કર મારનાર સિટી બસને લોકોએ સળગાવી દેતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. શુક્રવારની મોડી રાત્રે બનેલી ઘટના બાદ ઇજાગ્રસ્ત રાહદારીને તાત્કાલિક સારવાર માટે 108માં હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યારે પોલીસ દ્વારા સ્થિતિ પર કાબૂ મેળવી આગ લગાવનાર 6 જેટલાની ઓળખ કરી લીધી છે અને 3ની અટકાયત પણ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

બર્નિંગ બસને લઈ ફાયરને કોલ મળતાં ફાયરના જવાનોએ ઘટનાસ્થળે જઈ બસની આગને કાબૂમાં લીધી હતી. ઘટના બાદ સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઇ અને સ્ટાફે તાત્કાલિક સ્થળ પર દોડી જઇ ટોળાને વેરવિખેર કરી દીધા હતા. જોકે આ દુર્ઘટનામાં બસના ડ્રાઇવર-કંડકટર સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

એમ.કે. ગુર્જર (પીઆઇ સરથાણા)એ જણાવ્યું હતું કે BRTS રૂટ પર એક યુવક રોડ ક્રોશ કરતો હતો. બસે અડફેટે લેતાં બેભાન થઈ ગયો હતો. તાત્કાલિક 108ની મદદથી હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે ત્યાર બાદ ભેગા થયેલા લોકોના ટોળાએ રોષમાં આવી બસને આગ ચાંપી દીધી હતી. ઘટનાની જાણ બાદ પોલીસ તાત્કાલિક દોડી ગઈ હતી. બસને આગ ચાપનાર 6 જણાની ઓળખ કરવામાં આવી છે, જે પૈકી 3ને ડિટેન કરાયા છે.

Read About Weather here

આજે CCTV ફૂટેઝના આધારે આગળની તપાસ હાથ ધરાશે.પ્રવીણ પટેલ (BRC કામરેજ ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર)એ જણાવ્યું હતું કે કોલ લગભગ રાત્રે 9:30 વાગ્યાનો હતો. કોલ મળતાં જ અમારી ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. લોકોનાં ટોળાંએ આખી બસ સળગાવી દીધી હતી. પાણીનો મારો કરી આગને કાબૂમાં લઈ લીધી હતી. આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here