સાળાના લગ્નમાં જવાની રજા ન મળતા જીવંત દોરી માંથી રજા લઇ છુટ્યો

સાળાના લગ્નમાં જવાની રજા ન મળતા જીવંત દોરી માંથી રજા લઇ છુટ્યો
સાળાના લગ્નમાં જવાની રજા ન મળતા જીવંત દોરી માંથી રજા લઇ છુટ્યો
દર્દના કારણે તેને ઉંહકારો પણ કર્યો ન હતો. ફક્ત આંખમાંથી આંસુ નીકળતા હતા. 10 મિનિટ પછી ધીમે-ધીમે તેની આંખો બંધ થઈ ગઈ.30 સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાંક લોકો ટ્રેકમેનથી સુસાઈડ કરવા અંગે પૂછી રહ્યાં છે. કાનપુરમાં સોમવારે એક રેલવે કર્મચારીએ ટ્રેનની આગળ પાટા પર કૂદીને જીવ આપી દીધો છે. તે રેલવેમાં ટ્રેકમેન તરીકે કામ કરતો હતો. આ સુસાઈડનો વિચલિત કરનારો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે ટ્રેનની નીચ અડધું શરીર કપાયા બાદ પણ કર્મચારી એકદમ શાંત હતો. વીડિયોમાં જોઈને જાણે એવું લાગતું હતું કે પાટા ઉપર શાંતિથી સુતો છે.  

Visit Saurashtra Kranti Homepage here

કર્મચારી ઘાયલ અવસ્થામાં વાત કરી રહ્યો છે કે તેને રજા આપવામાં આવી ન હતી. સાળાના લગ્નમાં જવાનું હતું.પનકી સ્ટેશન પર સુસાઈડની આ ઘટનાની માહિતી મળતા GRPના કર્મચારીઓએ ટ્રેકમેનનો મૃતદેહ કબજે કર્યો હતો. ઘટનાની જાણકારી તેમના પરિવારને આપવામાં આવી. પતિના મોતની જાણકારી મળતાં જ તેની પત્ની બેભાન થઈ ગઈ. ઘટના પછી ઘરમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ છે. જાણકારીને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.પરિવારે જણાવ્યું કે રમેશના સાળાની મંગળવારે ચાંલ્લા વિધિ હતી. લગ્ન 19 ફેબ્રુઆરી થવાના છે. ચાંલ્લા વિધિમાં જવા માટે રમેશે પોતાના ઈન્ચાર્જ PWI ચિત્રેશ કુમાર તિવારી પાસે રજા માગી હતી. રજા ન મળવાને કારણે તે ઘણો જ ચિંતામાં હતો. આ જ ચિંતામાં સોમવારે રમેશે પનકી સ્ટેશન પર ટ્રેનની સામે પડતું મૂકીને જીવ આપી દીધો હતો.

રમેશ યાદવ રેલવેમાં ટ્રેકમેનના પદે પનકી સ્ટેશન પર જ કામ કરતો હતો. તે ફઝલગંજ સ્થિત તેજાબ મિલ રેલવે કોલોનીમાં રહેતો હતો. રમેશની સાથે તેમની પત્ની અને 5 વર્ષનો પુત્ર પણ રહે છે. મૂળ રૂપે રમેશ ભટપુરવા ફતેહપુરનો રહેવાસી છે.ટ્રેકમેન રમેશ યાદવના મિત્રોએ જણાવ્યું કે 2014માં તેને પિતા ધર્મપાલ યાદવની જગ્યાએ નોકરી મળી હતી. જે બાદથી જ તે ફતેહપુરથી પોતાની પત્ની અને પુત્રને લઈને તેજાબ મિલ રેલવે કોલોનીમાં રહેતો હતો. પરિવારે જણાવ્યું કે રમેશના સસરા રામચંદ્ર યાદવ પણ રેલવેમાં હતો.ટ્રેન નીચે આવી જતાં અડધું શરીર કપાઈ ગયું હતું તેમ છતાં રમેશને કોઈ દુખાવો ન થયો તેનું કારણ આપતા એક્સપર્ટ્સે જણાવ્યું કે લોહી વધુ પડતું વહી જવાને કારણે તેને દુખાવો થયો ન હતો.

ઘટનાથી નારાજ રેલવે કર્મચારી અનિશ્ચિતકાલીન ધરણાં પર બેસી ગયા છે. કર્મચારીઓ સી.કે.તિવારી અને અજય તિવારીને હટાવવાની માગ કરી રહ્યાં છે. તો કાનપુર, આગરા અને ઝાંસી મંડલના રેલવે કર્મચારીઓએ પ્રદર્શનને સમર્થન આપ્યું છે. કર્મચારીઓનું કહેવું છે કે જ્યાં સુધી બંને અધિકારીઓને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ કામનો બહિષ્કાર કરશે. ઘટના સ્થળે પહોંચેલા CTM હિમાંશુ ઉપાધ્યાયે ધરણાં સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કર્મચારીઓ તેમની વાત માન્યા ન હતા.

Read About Weather here

કાનપુરની CSJM યુનિવર્સિટીના હેલ્થ સાયન્સ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ડૉ. પ્રવીણ કટિયારે જણાવ્યું કે અનેક વખત વધુ પડતું લોહી વહી જવાને કે શરીરના અંગ સુન્ન થઈ જાય છે અને કોઈ પણ જાતનો દુખાવો થતો નથી. આ ઉપરાંત કોઈ કેટલી હદે દુખાવો સહન કરી શકે છે, તે તેના પર પણ નિર્ભર છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here