સાળંગપુરના કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે ઇતિહાસમાં સૌપ્રથમ વખત…

સાળંગપુરના કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે ઇતિહાસમાં સૌપ્રથમ વખત...
સાળંગપુરના કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે ઇતિહાસમાં સૌપ્રથમ વખત...

અભિષેક કરેલા ઔષધિઓ, તેલ, ઘી, દૂધ દહીં જેવા પ્રત્યોને અપાશે જરૂરિયાતમંદ વ્યકિતઓ સુધી પહોચાડશે


સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા શુક્ર, શનિ, રવિ ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા)ની પ્રેરણાથી ભવ્ય સહસ્ર કળશ અભિષેક ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે

જે અંતર્ગત હનુમાનજી મહારાજના પંચમુખી સ્વરૂપનો પવિત્ર જળથી ભરેલ 1000 કળશો દ્વારા દિવ્ય અભિષેક થશે અને ઉત્સવ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવેલ તમામ યજ્ઞ સામગ્રી, ઔષધિઓ, ફળો, જળ વિગેરેનો પ્રસાદ સામાન્ય ભક્તજનોને મળી રહે તેવી સુંદર ભાવના સંતો દ્વારા રાખવામાં આવેલ છે

Visit Saurashtra Kranti Homepage here

અને ત્રણ દિવસ ચાલનારા આ ઉત્સવમાં પ્રથમ બે દિવસ દાદાનું પૂજન,નગરયાત્રા વિગેરે તથા અંતિમ દિવસે બાર કલાકના અભિષેકનું અનોખું આયોજન કરવામાં આવેલ છે.
ઉત્સવમાં સહભાગી થઇ અને દાદાનો રાજીપો લેવા મંદિરના તમામ સંતો દ્વારા નમ્ર નિવેદન છે. આ ઉત્સવ અંગે વિશેષ માહિતી માટે સંથાના મો. 9825835305 ઉપર સંપર્ક કરી શકો છો.

જેમાં દાદાના પંચમુખી સ્વરૂપનો 1000 કળશો દ્વારા દિવ્ય અભિષેક થશે. આ કળશમાં ભારતના ખૂણે ખૂણેથી ઔષધિઓ મંગાવવામાં આવી છે આં ઔષધિઓના રસથી, દસ પ્રકારના ચંદનના લેપથી દસ કિલો ઘી તેમજ સરસવ,તલ,ચમેલી જેવા તૈલી પદાર્થોના તેલથી પંદર પંદર લીટર દૂધ, દહીં અને મધથી અભિષેક સંપન્ન થશે.

તેમજ અનેક પ્રકારના ફળોના રસથી પણ અભિષેક થશે.અભિષેક કરેલા ઔષધિઓ, તેલ,ઘી ,દૂધ, દહીં જેવા દ્રવ્યોને ગર્ભવતી સ્ત્રીઓ,રોગીઓ અને જરૂરિયાત મંદ વ્યક્તિઓ સુધી પહોચાડવામાં આવશે. એક પણ સામગ્રીનો દુરૂપયોગ કે બગાડ ના થાય તેની પૂરી તકેદારી રાખવાની સંતો આયોજન કરી રહ્યા છે.

દાદાનો પ્રસાદ બધાને મળે એવી સંતોના હૈયામાં હોંશ છે. આવું ભવ્ય આયોજન ગુજરાતમાં સર્વપ્રથમવાર થઇ રહ્યું છે. ગુજરાત રાજ્યના મહાન તીર્થોના 500 વર્ષના ઇતિહાસમાં ક્યાંય જોવા મળ્યું નથી. આ સહસ્રકલશાભિષેકનું ફળ રાષ્ટ્ર અને પ્રજાની સર્વાભિવૃદ્ધિ થાય એ છે.

તેની સાથે સાથે સાંપ્રત સમયમાં જે રોગના ભયથી સમગ્ર વિશ્ર્વની પ્રજા દુ:ખિ છે તે ભયથી આપણે બધા નિવૃત્ત થઈએ તેમજ જન્મજન્માંતરના પાપ દુર થાય, સામાન્ય માણસના સારા સંકલ્પો પૂર્ણ થાય તેમજ બધાનું સર્વવિધ કલ્યાણ થાય એ આ દિવ્ય આયોજનનું ફળ છે.

Read About Weather here

સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરના મહંત પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ની પ્રેરણાથી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી અને પૂજનીય સંતોએ આ આયોજન માટે દક્ષિણ ભારતના અને ગુજરાતના 21 જેટલા વિદ્વાન ભૂદેવોને આમંત્રણ આપ્યું છે.

3 દિવસ ચાલનારા આ ઉત્સવમાં પ્રથમ બે દિવસ દાદાનું પૂજન અને અંતિમ દિવસે બાર કલાક અભિષેક ચાલશે. અભિષેક બાદ દાદા અલંકાર ધરાવ્યા પછી નગરયાત્રા એટલે કે નગરદર્શન માટે બહાર આવશે. એ સમયે ત્રણ હાથીઓ, ઘોડાઓ અને નાસિકથી બેન્ડવાળા તેમજ વૈદિક મંત્રો દ્વારા દાદાની શોભાયાત્રાનું દર્શન થશે.(7.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here