સાયલાના લાખાવાડ ગામમાં બાયોડીઝલ પંપ પર દરોડો

સાયલાના લાખાવાડ ગામમાં બાયોડીઝલ પંપ પર દરોડો
સાયલાના લાખાવાડ ગામમાં બાયોડીઝલ પંપ પર દરોડો

સંચાલક કરાર: રૂ.6.70 લાખની કિંમતનું 10,000 લીટર બાયોડીઝલ, ફયુલ પંપ સહિતનો મુદ્દામાલ કબજે કરતી DYSP ની ટીમ

સાયલા તાલુકાના લાખાવાડ સીમ વિસ્તારમાં સુજન પૂજન કવોરી ( પથ્થરની ખાણ ) ની આડમાં ચાલતો પ્રતિબંધિત બાયોડીઝલનો પંપ સાથે મસમોટો બાયો – ડીઝલનો જથ્થો DYSP શ્રી લીંબડી તથા DYSP સ્કોડ દ્વારા ઝડપી પાડ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

લાખાવાડ ગામની સીમમાં આવેલ સુજન – પુજન ક્વોરીનો વહીવટકર્તા કનુભાઇ ભુપતભાઇ ખવડ (રહે.લાખાવાડ તા.સાયલા વાળા) તેના મળતીયાઓ સાથે મળી લખાવાડ ગામની સીમ ( પથ્થરની ખાણ ) ની પાછળ સીમેન્ટના બેલાની ઓરડીમાં ગેરકાયદેસર રીતે પ્રતિબંધીત બાયોડીઝલનો સંગ્રહ કરી , કોઇપણ જાતની પાસ પરમીટ કે આધાર પુરાવાઓ વગર કે સરકારની કોઇપણ એન.ઓ.સી. વગર આ બાયોડીઝલને વાહનોમાં ઇંધણ તરીકે ભરી બાયોડીઝલનું ગેરકાયૅદેસર વેચાણ કરે છે

પ્રતિબંધીત બાયોડીઝલનો પંપ ચલાવતો હોવાની બાતમી હકીકત મળેલ હોય અને આ પ્રવુતિ હાલે પણ ચાલુ હોવાની બાતમી હકીકત મળેલ જે અન્વયે તુરંતજ DYSP સ્કવોડના માણસોને બાતમી હકીકતવાળી જગ્યાએ રેઇડ કરવા સુચના કરતા તુરંત સ્ટાફના માણસોએ સુજન પુજન કવોરી ( પથ્થરની ખાણ ) ની અને આ ઓરડીમાં ઇલેકટ્રીક સ્ટાર્ટરો પાછળ આવેલ ઓરડીઓમાં રેઇડ કરતા ઓરડીના સીમેન્ટના પતરા ખેસવી જોતા ઓરડીમાં બે મોટા 5000 લીટરની ક્ષમતાવાળા પ્લાસ્ટીકના ટાંકાઓ ખુલ્લા ઢાંકણાવાળા જોવામાં આવેલ પીળાશ પડતું પ્રવાહી બાયો – ડીઝલ છુપાવેલ હાલતમાં મળી આવ્યું હતું.

જે પૈકી કાળા રંગના ટાંકા પર એક ઇલેકટ્રીક મોટર ફીટ કરેલ જોવામાં આવેલ તેમજ આ ઓરંડી નજીકથી એક લાલ રંગનો ફયુઅલ પંપ મળી આવેલ જેની સાથે લીલા રંગની નળી તથા કાળા રંગની નળી જોડાયેલ છે જે પૈકી કાળા રંગની નળી સાથે ફૂયુઅલ પંપનું વાહનમાં બાયો ડીઝલ ભરવાનું હેન્ડલ ફીટ કરેલ જોવામાં આવે – તેમજ સદરહું ઓરડીની નજીકથી પ્લાસ્ટીકની નળી ,

એક મોટી ઇલેકટ્રીક મોટર પાઇપ ફીટ કરેલ તેમજ એલ્યુમીનીયમનું માપીયુ , પીપમાંથી બાયો ડીઝલ ખેંચવાનો હેન્ડલવાળો પાઇપ , ત્રણ ખાલી પીપ 50 લીટરના એમ બાયો ડીઝલ હેર ફેર કરવાના સાધનો મળી આવેલ આમ , સદરહુ જગ્યાએ ગેરકાયેદસર રીતે બાયો ડીઝલનું સંગ્રહ કરતા હોવાનું જણાઇ આવતા બાયોડીઝલનો મસમોટો જથ્થો , ફયુઅલ પંપ , માપીયુ , ઇલેકટ્રીક મોટરો એક મોટસાકઇલ એમ મળી કુલ રૂ 7,58,700 -નો મુદામાલ ઝડપી પાડ્યો હતો

Read About Weather here

રેઇડીંગ પાર્ટી: સી.પી.મુંધવા સાહેબ , નાયબ પોલીસ અધિક્ષક , લીંબડી (1) પો.હેડ કોન્સ રૂપાભાઇ નારણભાઇ જોગરાણા (2) પો.કોન્સ.મનિષભાઇ ગણપતભાઇ પટેલ (3) પો.કોન્સ. નવઘણભાઇ ભોજાભાઇ ટોટા (4) પો.કોન્સ હસમુખભાઇ મથુરભાઇ ડાભી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here