સામૂહિક દુષ્કર્મ

૬ થી ૧૩ વર્ષના બાળકોએ ૮ વર્ષની બાળકી પર કર્યો ગેંગરેપ
૬ થી ૧૩ વર્ષના બાળકોએ ૮ વર્ષની બાળકી પર કર્યો ગેંગરેપ
પીએસઆઈ કે.બી.દેસાઈએ જણાવ્યું હતું કે, લગ્ન ન કરવાને લઈ ભાગેલી કિશોરીને સહારો આપનાર અને તેણીના મિત્રોએ જ ગેંગ રેપ કર્યો છે. એક અઠવાડિયા પહેલા કિશોરી સાથે મારઝૂડ પણ કરાઈ હોવાનું સામે આવ્યું છે.કિશોરી ધોરણ-9 સુધી નો અભ્યાસ કર્યો છે. માતા એ કિશોરી દીકરી સાથે તમામ સંબંધ તોડી નાખ્યાં હોવાનું જાણવા મળ્યું છે. હજી મેડિકલ તપાસ બાકી છે.

Visit Saurashtra Kranti Homepage here

સુરતમાં દુષ્કર્મના બનાવોમાં કોર્ટ આકરી સજા ફટકારવામાં આવતી હોવા છતાં નરાધમોમાં કોઈ સુધારો ન આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. કિશોરીઓ એક પછી એક પીંખાઈ રહ્યાનું સામે આવી રહ્યું છે. ચીખલીથી ભાગીને મિત્ર સાથે સુરત આવેલી કિશોરી પર આવાસના બંધ મકાનમાં ગેંગ રેપની ઘટના સામે આવી છે. જેથી ડિંડોલી પોલીસ દોડતી થઈ ગઈ છે. એટલું જ નહીં પણ પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય રેપીસ્ટને પકડી આગળની તપાસ હાથ ધરી છે.

કે.બી.દેસાઈ (પીએસઆઈ ડીંડોલી) એ જણાવ્યું હતું કે, દોઢ વર્ષ પહેલાં એટલે કે, 15 વર્ષની ઉંમરે કિશોરીના લગ્નને લઈ માતા અને માસા-માસીએ દબાણ કરતા કિશોરી ઘર છોડી સુરજસિંગ નામના યુવાન સાથે સુરત ભાગી આવી હતી. ત્યારબાદ બન્ને અલગ અલગ જગ્યાઓ પર રહેતા હતા. જોકે દાનત બગડતા સુરજસિંગએ કિશોરી પર બળજબરી કરી શારીરિક સંબંધ બાંધ્યા હતા. પછી અવર નવર કિશોરીને પોતાની વાસનાનો ભોગ બનાવ્યો હતો.

કિશોરીને રૂમ બદલતા બદલતા સુરજસિંગનો સંપર્ક બીજા બે જણા સાથે થયો હતો. ઘરે અવર જવર રહેતા બન્ને મિત્રોની નજર કિશોરીને જોઈ બગડી હતી. જેને લઈ સુરજસિંગના બન્ને મિત્રો થોડા સમય પહેલા 16 વર્ષીય કિશોરીને SMC આવાસના એક બંધ મકાનમાં લઈ ગયા બાદ જબરજસ્તીથી શારિરીક સંબંધ બાંધ્યા હતા. જોકે આ બાબતની જાણ સુરજસિંગને થઈ જતા એ સંજયભાઈના ઘરે કિશોરીને મળવા આવતા તમામ હકીકત બહાર આવી હતી.

Read About Weather here

જેને લઈ સંજયભાઈની મદદથી કિશોરીએ ન્યાય માટે પોલીસ દ્વાર ખખડાવતા પોલીસે ત્રણ નરાધમ વિરુદ્ધ ગુનો નોંધી રાતોરાત ત્રણેયને ડિટેઇન કર્યા હતા. જેનો વિરોધ કરતા સૂરજે કિશોરી સાથે મારઝૂડ કરતા કિશોરી ઘર છોડી ચાલી ગઈ હતી.દુષ્કર્મ બાદ કિશોરી રખડતી હાલતમાં ફર્નીચરની દુકાન ધરાવતા સંજયભાઈને મળી આવતા તેમણે સહારો આપી પોતાની દુકાનમાં કામે રાખી લીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here