સાપુતારાના મનમોહક દ્રશ્યો

સાપુતારાના મનમોહક દ્રશ્યો
સાપુતારાના મનમોહક દ્રશ્યો
હિલસ્ટેશન સાપુતારામાં હાલ વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. જગ્યા-જગ્યાએ રસ્તા પર ઝરણાં વહેતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી પડી રહેલા વરસાદને પગલે સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું છે. વિવિધ માર્ગો પર ભેખડ ધસી પડવાને કારણે રસ્તાઓ બંધ કરી તંત્ર દ્વારા ખુલ્લા કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે.પોલીસે પ્રવાસીઓને અપીલ કરી છે કે વાહન સંભાળીને ચલાવવું અને બની શકે તો વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવો.હવામાન વિભાગ દ્રારા આગામી 24 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
સાપુતારાના મનમોહક દ્રશ્યો સાપુતારા
સાપુતારાના મનમોહક દ્રશ્યો સાપુતારા
સાપુતારાના મનમોહક દ્રશ્યો સાપુતારા
સાપુતારાના મનમોહક દ્રશ્યો સાપુતારા

Visit Saurashtra Kranti Homepage here

હવામાન વિભાગ દ્વારા રેડ ઝોનવાળા વિસ્તારને સજ્જ રહેવા માટે જણાવવામાં આવ્યું છે. આમ આગામી 24 કલાક માટે ડાંગ જિલ્લાના માથે વાદળોનું સંકટ ઘેરાયેલું છે.અનાધાર વરસાદને કારણે નદી, નાળાં અને કોતરોમાં વધુ પાણી આવતાં અત્ર-તત્ર -સર્વત્ર પાણી થઈ ગયું છે. મુશળધાર વરસાદને કારણે નાનાં-નાનાં ઝરણાંએ રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું છે અને વહેતા ઝરણાં મનમોહક બની ગયા છે.

ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલા ગિરમાળ ધોધમાં અને વાઘઈ ખાતે આવેલ ગિરાધોધમાં પુષ્કળ પાણીની આવક થતાં અફાટ સૌંદર્ય સર્જ્યું હતું. આહવાનગરના બંને છેડે આહવા સાપુતારા રોડ અને આહવા વઘઈ રોડ પર આવેલા ધોધ પણ મન મૂકીને વહી રહ્યા છે.સહેલાણીઓ આ દૃશ્યો જોવા દૂર-દૂરથી સાપુતારા પહોંચી રહ્યા છે. કેટલીક જગ્યાએ પ્રવાસીઓ તકલીફમાં મુકાયા એવી પણ ઘટનાઓ જોવા મળી રહી છે.

Read About Weather here

ઉલ્લેખનીય છે કે વરસાદને કારણે સાપુતારા ઘાટ માર્ગમા માટી, પથ્થરો, વૃક્ષો વગેરે ધરાશાયી થતાં આ માર્ગને પુનઃપૂર્વવત કરવા માટે જિલ્લા વહીવટી તંત્રના લશ્કરો કામે લાગ્યા છે. ત્યાં સુધી કોઈ વાહનચાલકો મુશ્કેલીમાં ન મુકાઈ એ માટે ઉક્ત સૂચવેલા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.વઘઈથી સાપુતારા જતા વાહનચાલકોએ બારીપાડા-માનમોડી-સુરગાણા-હાથગઢ થઈને સાપુતારા જવા, તથા નાસિકથી વઘઈ તરફ આવતા વાહનચાલકોને હાથગઢ-સુરગાણા-માનમોડી-બારીપાડા-વઘઈ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ અપીલ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here