સાધુવાસવાણી રોડ પર હોસ્પિટલ બનાવવા મહેશ રાજપૂત 51 લાખ આપશે

સાધુવાસવાણી રોડ પર હોસ્પિટલ બનાવવા મહેશ રાજપૂત 51 લાખ આપશે
સાધુવાસવાણી રોડ પર હોસ્પિટલ બનાવવા મહેશ રાજપૂત 51 લાખ આપશે

હોસ્પિટલનું નામ સ્વ.કલ્યાણજીભાઇ બેચરજીભાઇ રાજપૂત રાખવામાં આવશે તો 51 લાખ ઉપરાંત અન્ય અનુદાન આપવાની તૈયારી દર્શાવી

કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપૂત દ્વારા મેયર ર્ડા. પ્રદીપ ડવને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આખરી નગર રચના યોજના નં.4-રૈયાની દરખાસ્ત અનુસાર અંતિમખંડ નં. 407ની જમીન ચો.મી. 5388 મનપાને હોસ્પિટલનાં હેતુ માટે અનામત જમીનને વાણીજ્ય હેતુના હેતુફેર કરવા અંગેની દરખાસ્ત તા.19 ના રોજ જનરલ બોર્ડમાં ના મંજુર કરેલ તે બદલ અભિનંદન પાઠવેલ તેમજ શહેરના નાગરિક તરીકે અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તરીકે જણાવ્યું હતું

Visit Saurashtra Kranti Homepage here

કે, હોસ્પિટલના અનામત હેતુના પ્લોટમાં તાત્કાલિક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવાની તૈયારી કરવામાં આવે અને આ પ્લોટ પર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવામાં આવશે તેમજ તેનો પ્લાન મંજુર કરવામાં આવશે તો મહેશ રાજપૂત દ્વારા આવે ત્યારે હું રૂ.11,11,111,/- (અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા) નું અનુદાન આપીશ. વધુમાં આપને હું દરખાસ્ત કરું છું કે આ સ્થળ ઉપર હોસ્પિટલનું નામ સ્વ. કલ્યાણજીભાઇ બેચરભાઈ રાજપુત રાખવામાં આવે તો મારો પરિવાર રૂ.51,51,151/- (એકાવન લાખ એકાવન હજાર એકસો એકાવન રૂપિયા)નું અનુદાન આપવા અમોની તૈયારી છે.

સદરહુ, અમારી રજૂઆતને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લઇ રાજકોટ શહેરના નગરજનોના આરોગ્યના હિતમાં નિર્ણય લઇ તાત્કાલિક આ સ્થળ ઉપર તમામ અધ્યતન સુવિધા યુક્ત હોસ્પિટલ બનાવવામાં આવશે તેવી અમો આશા રાખીએ છીએ. જણાવવાનું કે રાજકોટમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય (સિવિલ-પી.ડી.યુ.) હોસ્પિટલ આવેલ છે તે હોસ્પિટલમાં રાજકોટ જીલ્લાના તેમજ અન્ય જીલ્લાઓમાંથી પેશન્ટનો મારો રહે છે તેથી રાજકોટ શહેરના લોકોને તેની પુરતી સુવિધા મળી રહી નથી તે જ રીતે રાજકોટ શહેરની બહાર રાજકોટ જીલ્લાની અંદર બની રહેલી અઈંઈંખજ હોસ્પિટલ રાજકોટ શહેરથી ખુબ જ દુર છે

Read About Weather here

તેમજ આ હોસ્પિટલમાં ગુજરાત/સૌરાષ્ટ્ર ભરમાંથી પેશન્ટો આવશે. તેથી રાજકોટ શહેરના નગરજનોને આરોગ્ય સુવિધાનો અભાવ હંમેશા રહેશે. શહેરના નાગરિકને તાવ, શરદી, ઉધરસ, વિગેરે જેવી સામાન્ય બીમારી-રોગોના ગરીબ-મધ્યમવર્ગીય દર્દીઓને અઈંઈંખજ હોસ્પિટલ ખાતે પહોંચવા માટે ઓછામાં ઓછું રૂ.150/- રીક્ષાભાડું ચુકવવું પડે તેમજ પરત ઘરે આવવા માટે પણ રૂ.150/- રીક્ષાભાડું ચુકવવું પડે આવી રીતે કુલ રૂ.300/- નો આવવા જવાનો ખર્ચ થાય તે સામાન્ય અને ગરીબ-મધ્યમવર્ગીય લોકોને ન પોસાય તેથી અઈંઈંખજ હોસ્પિટલનું કે સિવિલ હોસ્પિટલનું બહાનું આપી આ સ્થળે હોસ્પિટલ ન બનાવવા નિર્ણય ન લેવો જોઈએ, પણ લોકોના આરોગ્યના હિતને ધ્યાનમાં રાખી આ સ્થળ પર રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત મલ્ટી સ્પેશીયલ હોસ્પિટલ બનવી જોઈએ તેવો લોકહિતાર્થે આપએ તાત્કાલિક નિર્ણય લેવો જ જોઈએ અને આપ લોકોના આરોગ્યના હિતને પ્રાધાન્ય આપી આ પ્લોટ ઉપર હોસ્પિટલનું બાંધકામ શરુ કરાવશો તેવી આપશ્રી પાસે અમો આશા રાખીએ છીએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here