સાગર ફાઉન્ડેશન દ્વારા 101 સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ

સાગર ફાઉન્ડેશન દ્વારા 101 સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ
સાગર ફાઉન્ડેશન દ્વારા 101 સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ

દીકરીઓને ફ્રિજ, ટીવી સહિત 139 જેટલી વસ્તુઓ ભેટ અપાશે: જયમીન ઠાકર

સાગર ફાઉન્ડેશન દ્વારા સર્વધર્મ સમભાવ સમા 101 સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું જાજરમાન આયોજન કરાયું છે રવિવારે રેસકોર્સના ગ્રાઉન્ડમાં એક તરફ નિકાહ અને બીજી બાજુ આ સમિયાંણા વૈદીક વિધિથી સપ્તપદીના વચનો સાથે ફેરા ફરતા હોઈ તેવા કોમી એખલાસના દર્શન થનાર છે જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

રંગીલા રાજકોટને આંગણે રૂડા આ અવસરમા 101 સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન સાથે મેગા રક્તદાન કેમ્પ એકત્રિત કરી સાગર ફાઉન્ડેશન આ અવસર નિમિતે 1100 બોટલ રક્ત એકત્રિત કરી જરૂરિયાતમંદ દર્દીઓ માટે સુપ્રત કરાશે જયારે રવિવારે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આ જાજરમાન સમૂહલગ્નોત્સવમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ ખાસ હાજરી આપી નવદંપત્તિઓને આશીર્વાદ આપશે.

જયારે આ ફાઉન્ડેશન દ્વારા મેગા રક્તદાન અંતર્ગત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલની રક્તતુલા પણ કરવામાં આવશે. આ અવસર સમૂહ લગ્નમાં ભાગ લેનાર તમામ ક્ધયા ઓને પ્રધાનમંત્રી વિમા સુરક્ષા યોજના અંતર્ગત સુરક્ષા કવચ અપર્ણ કરવામાં આવશે. જયારે આ 101સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં અન્ય અતિથિમાં પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડા રાજકોટ સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા,

Read About Weather here

રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, મેયર ડો પ્રદીપ ડવ, પ્રદેશ ભાજપઉપપ્રમુખ ડો.ભરતભાઈ બોધરા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી સહીત રાજકોટના અલગ અલગ સમાજ અને ઉદ્યોગપતિઓ-દાતાઓ ઉપસ્થિત રહેનાર છે. જયારે લાડલી ફેઈમ અને લોકગાયક કીર્તિદાન ગઢવી આ સમૂહલગ્નોત્સવમા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.જયારે સાગર ફાઉન્ડેશન દ્વારા રાજકોટમાં કોરોનાની મહામારીના બે વર્ષ બાદ પહેલા આવા વિશાળ આયોજન સાથે 101 સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનો અવસર યોજાઈ રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here